________________
[ ૭૮] જૈનધર્મ આધ્યાત્મિક વિકાસની તમામ સાધનાઓનું કેન્દ્ર છે. વ્યાવહારિક યોજનાઓનું મધ્યબિંદુ છે. સર્વોપરિ જીવનધોરણને પરાકાષ્ઠાએ પહોંચવાની સંપૂર્ણ શક્તિ તેનામાં છે. તે સર્વ ધર્મોને આત્મા છે. સર્વ ધર્મોને મૂલભૂત આધાર છે. તે સ્યાદવાદની મદદથી બરાબર સમજી શકાય છે.
[[૮] . આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ: તે માત્ર કેટલાક ભૌતિક પદાર્થોમાં ઘટાવ્યો છે. ત્યારે જૈનદર્શનને સાપેક્ષવાદ ભૌતિક અને આધ્યાત્મિક એમ દરેક પદાર્થોમાં ને દરેક જીવનવ્યવહારમાં વ્યવસ્થિત રીતે ઘટાવાયેલા છે. કંઈક કંઈક ભિન્નતા છતાં સાપેક્ષવાદઃ અનેકાંતવાદર વગેરે સામાન્ય નામો પ્રસિદ્ધ છે. તેના વિના કેઈપણ
વ્યવહાર પણ ચાલી શકતા નથી. બાળકે સ્ત્રીઓ અને જંગલમાં રહેતા માનઃ અજાણતાં પણ તેને ઉપયોગ કરતા હોય છે. તે વિના ચાલે જ નહીં ને.
૫ જમાનાને નામે તદન આંધળી દેટે
[ 1 ] યુગ: જમાને એટલે શું? આજે જમાનાને નામે, યુગને નામે ઘણી ઘણી બાબતો કહેવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રોની જમાનાની સાથે તુલના કરીને સમજવાની ભલામણ કરવામાં આવે છે. જ્યારે આજના જમાનાવાદીઓ કેાઈ દલીલ કે તકમાં સ્થિર થઈ શકતા નથી, અને ઘટતે યથાર્થ જવાબ આપવાની શક્તિ ગુમાવી બેસી ગભરાટ અને મુંઝવણ અનુભવતા હોય છે, ત્યારે ચટ દઈને “ જમાનાને અનુસરો, યુગને અનુસરતી સમાજને અનુસરે” વગેરે વગર-વિચાર્યું માત્ર ગતાનુગતિકતાથી પોપટની માફક એ શબ્દો બેલી નાખે છે, ને છૂટકારને દમ ખેંચે છે. પરંતુ તેઓને ખબર નથી, કે “જમાના” જેવી કે “યુગ” જેવી કે વસ્તુ યા ચીજ જ આ જગત ઉપર અસ્તિત્વ ધરાવતી;નથી. મૂરું નાહિત વત: રાણા? એ ન્યાયે જમાને જ કાંઈ કરતું નથી, તો પછી તેને અનુસરવાની વાત જ કયાં રહે?
જગતના ખ્રીસ્તી ગેર મુત્સદ્દીઓએ પિતાના સ્વાર્થી સાધવા માટે ખૂબ વ્યાપક જે ઇંદ્રજાળ બીછાવી છે, અને “તેને પરિણામે જગતના અન્ય માનવ બંધુઓને જે નુકશાન થઈ રહ્યાં છે, તેના દેને ટોપલે પોતાને માથે ન આવે, ને કુદરતી કાળને માથે જાય” માટે પોતે બીછાવેલી જગત
વ્યાપી ઈન્દ્રજાળ ઉપર “જમાનાનું” “યુગનું” લેબલ તેઓએ લગાડયું છે. તેને અજ્ઞાની લોકે સાચું માની લઈ તેની પાછળ પડે છે, દોડે છે. જેને પરિણામે જગતમાં છેલ્લા સાડાચારસો વર્ષથી ચાલી રહેલા મોટા પાયા ઉપરના પરિવર્તનેને જગતના અન્ય માન “કુદરતી-યુગ-અળ-જનિત» સમજીને અનુસરે છે અને મુશ્કેલીઓમાં ફસાય છે તે મુશ્કેલીઓના મૂળ યજકે તે ગૌરાંગ મુત્સદ્દીઓ પ્રત્યે તેઓને જરાપણ વહેમ કે અવિશ્વાસ આવતો નથી. જેથી પડદા પાછળ રહી, તેઓ પોતાના જયંત્રો નિરાંતે ચલાવી શકે છે. “ જમાનાને અનુસરો” એ એક વાકય જ તે યંત્રનું હુંડલ=હાથે છે. “ જમાના” “યુગ” વગેરે શબ્દોને આજની રીતને પ્રયોગ કરવામાં વાસ્તવિક રીતે આપણું “ગાઢ અજ્ઞાન” અથવા વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એક જાતની “નરી મૂર્ખતા ” સિવાય બીજું શું છે?
[ 2 ] તે પડતા કુદરતી કાળને ઉન્નતિને કાળ કેમ કહેવાય?
શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે ચાલી રહેલે અવસર્પિણી કાળઃ કલિયુગઃ કુદરતી રીતે આધ્યાત્મિક સુશક્તિઓ અને સુસામગ્રીઓના હાસને પડતા કાળ છે. એ રીતે વિચારતાં “ સમગ્ર માનવોની પડતી થાય છે” એ વાત બરાબર છે. પરંતુ તે પડતી બહુ જ ધીમે ધીમે થતી હોય છે. ત્યારે
તો એકદમ મોટા મોટા પરિવર્તન થાય છે, જે કૃત્રિમ: ને માનવકૃત: છે, છતાં તે “જમાન” Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org