________________
[૭૩] જેમા (૫) મોક્ષ છેઃ અને (૬) તેને રત્નત્રયીમય ઉપાય છે. એ બે સત્યે તે બૌદ્ધોની સાથે શબ્દ સામ્યથી પણ મળતા આવે છે. વચલા બે “(૩) આત્મા સ્વકર્મ કર્યા છે અને (૪) તેના સારા-નરસા ફળોનો ભોક્તા પણ તે જ છે.” તે બૌદ્ધોના પહેલા બે સત્ય “(૧) દુ:ખ છે. (૨) દુ:ખના કારણે છે.” તેની સાથે મળતાં આવે છે. અર્થાત “ આમાં સ્વતંત્રપણે રહી શકતો પણ નથી. તેથી તેને કમના ફળરૂપ દુઃખ ભોગવવા પડે છે. તેથી તે દુઃખરૂપ ફળને ભક્તા છે,” એ એક સત્ય થયું. અને “તેના કારણરૂપ-આતમાં સ્વકનો કર્તા છે.” એ ત્રીજું ( આશ્રવ અને બંધઃ) આમ છ શુદ્ધ સત્ય સ્વાભાવિક રીતે જ તરી આવે છે. આ છ વસ્તુઓ વિષેની માન્યતા વધતે–ઓછે અંશે કે રૂપાંતરથી જગતના કોઈપણ આત્મવાદી-મેક્ષવાદી ધર્મની માન્યતાના મૂળમાં હોય જ છે. તેથી જ દરેક ઘર્મ– સંસ્થા ઓચ્છ-વધતે અંશે આત્મ-વિકાસમાં સહાયક થાય છે. નહીંતર ધર્મનું અસ્તિત્વ જ અસંભવિત કરી જાય છે.
[ ૩ ] એ ધર્મસંસ્થાઓની વિશિષ્ટતાને ક્રમ: આત્મવિકાસમાં સહાયક થતી હોવા છતાં, બીજી ઘણી બાબતમાં ધર્મસંસ્થાઓ વિષે મોક્ષમાર્ગની આરાધનામાં જીવને સહાયભૂત થવાની તેમની વિશિષ્ટતાઓ અંગે ભેદ પણ હોય છે.
દા. ત. એક શહેર તરફ લઈ જનારા-ગાડું: ઘોડાગાડીઃ મોટર રેઃ વહાણું વિમાનઃ વગેરે વાહનના વેગડ અને સગવડો વગેરેમાં ભેદ હોય છે. તેવી જ રીતે એક આખી કાપડ બજારમાં કાપડની દરેક દુકાનેથી કાપડ મળતું હોય છે, પરંતુ કયાંકથી જાડું: તે કયાંકથી પાતળું: કયાંકથી રેશમીઃ તે કયાંકથી જરીયનઃ અને કયાંકથી વળી દરેક પ્રકારનું એમ જુદી-જુદી દુકાનેથી જુદું જુદું કાપડ મળતું હોય છે. ઉપરાંત, દરેક દુકાનના દેખાવઃ રીત-રીવાજ: પ્રતિષ્ઠાઃ સગવડ વગેરે જુદા જુદા હોય છે. છતાં, તે સર્વ કહેવાય છે કાપડની જ દુકાને. અથવા પ્રાથમિક-શાળા: માધ્યમિકશાળા ઉચ્ચ શિક્ષણની શાળા અને કોલેજઃ એ ચારેયનું સામાન્ય રીતે શિક્ષણ આપવાનું જ સમાન કાર્ય હોય છે. અને ચારેય શાળાના નામથી જ ઓળખાય છે. તેમ છતાં પ્રાથમિકશાળામાં પ્રાથમિક શિક્ષણ જ મળે, માધ્યમિક શાળામાં માધ્યમિક શિક્ષણ જ મળે, ઉચ્ચ શાળામાં ઉચ્ચ શિક્ષણ જ મળે, અને કોલેજમાં તેનાથી પણ ઉચ્ચ શિક્ષણ મળે. એ રીતની વ્યવસ્થા હોય છે. તે રીતે, કેટલીક ધ–સંસ્થાઓ આધ્યાત્મિકવિકાસની પૂર્વ ભૂમિકારૂપ-પ્રાથમિક કેટિના માર્ગોનુસારિ ગુણોના વિકાસનું શિક્ષણ માનવોને આપે છે. કેટલીક તેનાથી સહેજ ઉંચા નૈતિક પ્રકારના આધ્યાત્મિક સ્તરનું અને કેલેન્જરૂપી મહા-ધર્મ-સંસ્થાઓમાં દાખલ થયા પછી જ માનને મોક્ષની છેલ્લી પદવીના આત્મવિકાસના ઉચ્ચમાર્ગો મળી શકે છે.
બધી ધર્મસંસ્થાઓ ધમ સહાયક તરીકે સમાનઃ સરખી છતાં વિશિષ્ટ વિશિષ્ટ વિશેષતાઓને લીધે જુદી જુદી વિશેષતાઓથી પણ ભરપૂર હોય છે. તે રીતે, જીવની મોક્ષમાર્ગની સાધનામાં સહાયભૂત થવાની ક્ષમતા અનુસાર ધર્મસંસ્થાઓની વિશિષ્ટતાઓનો ક્રમ ગૂઢ રીતે તો ગોઠવાયેલે છે. ઘણાં અથવા ઓચ્છા અનુયાયિઓની સંખ્યાને આધારે બહુમતિ કે લઘુમતીને આધારે ધર્મોની યેગ્યતા ગોઠવાયેલી નથી.
આ રીતે ભારતની બહાર ઉત્પન્ન થયેલ ધર્મોને પણ મુખ્ય આધાર ભારત માન્ય આત્મવાદી સંસ્કૃતિ હેવાથી તેઓને પણ અમુક અપેક્ષાએ આત્મવાદી ધર્મો કહેવામાં વાંધો નથી.
[૪] ધર્મસંસ્થાની લાયકાતની કસોટી ધમ સંસ્થાઓની લાયકાતોને પુરે નિર્ણય નીચે જણાવ્યા મુજબ ચાર રીતે કરી શકાય છે– Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org