________________
[ ૨૩૪ ] સંસ્થાને ન હેત અને તેઓને સ્વરાજ્ય મળ્યા છે તે પણ ન હોત. માટે તે સર્વેનું મૂળ ૧૪૯૨ છે. અને તેના આધાર ઉપર ગાવા છે. અને તેના આધાર ઉપર બીજા યુરોપીયન રાષ્ટ્રોનું દુનિયાભરમાં ફેલાયાનું થયું છે, માટે સૌને રસ છે.
ભારતની વિશ્વબિરાદરી વિશ્વકલ્યાણની શુદ્ધ ભાવનાથી નિઃસ્વાર્થભાવની હતી એ ડે. સાલાઝાર ઇરાદાપૂર્વક યાદ કરતા નથી. અને ૧૯૪૨ ની ઘટનાને વિશ્વબિરાદરીનું પ્રતીક ગણાવી પોતાની સ્વાથી બિરાદરીને બિરદાવે છે. તેમાં સમગ્ર તપ્રજાને રસ છે. કેમકે ૧૪૯૨ થી યુરોપને તે સ્વતંત્ર રાખવામાં આવેલું છે. માટે પશ્ચિમને તેમાં રસ હોય એ સહજ છે.
હવે છેલ્લે છેલ્લે . સાલાઝાર ધમકી, કડકાઈ, મક્કમતા, અંટ, વગેરે બતાવવા સાથે વાટાઘાટ અને સમજુતી માટેની ઈછા ઉડે-ઉંડેથી વ્યક્ત કરીને નહેરુજી ઈચ્છે છે તેવા શાંતિપૂર્વકના સમાધાનની દિશામાં એક ગૂઢ કિરણ ફેકે છે. કેમકે એ કરવાની છે તેની અને પશ્ચિમના રાષ્ટ્રોની-યુનોની નીતિ મૂળથી જ છે. જેને માટે ઈંગ્લાંડના વડાપ્રધાને પોતાની ઇચ્છા બતાવી હતી. અને આ બધી કડકાઈ મોળી પડાવીને ઈગ્લાંડ સમાધાન કરાવશે ને સમાધાન કરાવવાને બહારથી કે અંદરથી જશે તેને જ મળશે.
પં. નહેરુજીએ એ વાત પહેલેથી જ જણાવી હતી ત્યારે વાત સાંભળવાની પણ ના પાડી હતી. અને અવિધિસર રીતે માત્ર એટલું જ જણાવ્યું હતું કે “અમને ૧૫-૧૬ સદીના ધર્મગુરુ પાસેથી ગોવાના હકકો મળ્યા છે” પરંતુ સમાધાન કરતાં પહેલાં ગાવામાં સત્યાગ્રહ થવા દેવ, દમન કરવું, હેગમાં જવું, આફ્રીકામાં દમન કરવું, ઈંગ્લાંડ વચ્ચે પડે, ચીનને પ્રશ્ન પણ સાથે ગુંથાય, યુને પણ વચ્ચેથી રેકર્ડ કરે, ગાવામાં કેદીઓની મુક્તિ કરવી, ભારતમાં ગોવા વિષે ઉકળાટ થવા દે, અને છેવટે મનધાર્યું સમાધાન કરાવી લેવું ને ગોવા છડી ચાલ્યા જવા છતાં ૧૪૯૨ ની ઐતિહાસિક ઘટના જીવંત રહે એટલું જ નહીં પરંતુ તે આગળ વધે. વાંચો
એટલે આ પ્રશ્ન અંગે અથડામણ ઉભી કરવાનું ગેરડહાપણભર્યું છે. કારણ કે અમે વાટાઘાટ પણ કરી શકતા નથી અને સમજુતી પણ કરી શકતા નથી.” ' અમારે વાટાઘાટ અને સમજુતી કરવી છે. પણ તમે અમારી સાથે ગોવામાં સત્યાગ્રહ કરી અથડામણ ઉભી કરી છે. આ અથડામણ ઉભી કરવામાં ભારતનું ગેરડહાપણ છે. અમે ભારતમાં ગમે તેટલા બનાવો બન્યા છતાં તેમાં કદી માથું માર્યું નથી. તમને સ્વરાજ્ય મળ્યું એટલે અમારી બાબતમાં માથું માર્યું તે તમે ગેરડહાપણું કર્યું છે. એમ તે કહે છે.
અંતે એકદમ સમાધાન થશે નહીં. યુને અને ઈંગ્લાંડ વગેરે વચ્ચે પડશે ને સમાધાન થશે. યુનેને ઠરાવમાં માર્ગદર્શક પણ મી. મેકમિલન, મો. આઇક અને મી, કુવ બન્યા હોવાનું અનુમાન વજનદાર ગણવું જોઈએ.
માર્ચ ૧૯૬૧ ની ૮મી તારીખે પં. નહેરુજી કોમનવેલ્થ સંઘના પ્રધાનોની પરિષદમાં જવાના છે. ત્યાં પોર્ટુગલ અને ચીનને પ્રશ્ન હાથ ધરાશે. ઈંડિયા લીગના પંડિતજીના ભાષણના બે જ મુખ્ય મુદ્દાના પ્રશ્નો હતા પણ રાણીજીના અહીં આવી જવાને પ્રોગ્રામ પૂરો થતાં ગોવાને પ્રશ્ન પણ લગભગ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિથી પૂરો થઈ જવાને લાગે છે. પછી કાશ્મીર અને ચીનને ઉખેળાય એવી સંભાવના છે.
અને સમાધાન થશે તો ભારતની પ્રજા અને સર્વ કઈ પોતાના દેશનેતાઓના હાથ અક્ષરથી ૧૪૯૨ ના સકંજામાં ફરીથી ફસાઈ શ્વેતપ્રજાની માલિકીની રીતસરની મિલકત ન સમજાય તેવી રીતે બનશે. આમાંથી કદાચ ધર્મગુરુઓ જ બચાવી શકે. શિવમeતુ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org