SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૯] તે પુસ્તકમાંથી થોડાંક અવતરણે “ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સારાયે ભારતવર્ષમાં પ્રજાકીય જાગ્રતિનાં પૂર ઉછળી રહ્યાં હતાં. પ્રજામાં નવચેતન અને નવી ભાવનાઓનો ઉદય થઈ ચૂક્યો હતો. ધર્મ સુધારણા, સમાજ સુધારણા, કેળવણી પ્રચાર, સમાજ સેવા, સ્વદેશી પ્રચાર વગેરે સંબંધી અનેકવિધ વિચારના આંદેલનો પૂરજોસથી વહેતાં થયાં હતાં. આ માટે ઉત્સાહી સમાજસેવકોએ બ્રહ્મોસમાજ. પ્રાર્થના સમાજ અને આર્ય સમાજ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી હતી. દેશમાં જે વિવિધ આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કારિક અને રાજકીય બળો કામ કરી રહ્યાં હતાં તેમાંથી રાષ્ટ્રીય એકતાની ભાવના પણ જન્મ પામી હતી. જેના પરિણામે સને ૧૮૮૫ માં હિન્દી મહાસભા (ઈન્ડીયન નેશનલ કેગ્રેસ) ની સ્થાપના થઈ હતી. દેશભરમાં નવજાગૃતિનાં પૂર વહી રહ્યાં હતાં, તેનાથી જૈન સમાજ પણ અલિપ્ત કેમ રહી શકે ?” પૃ૦ ૧. (૬) “ કોન્ફરન્સ એક નૂતન પ્રકારની નવયુગને અનુરૂપ સંસ્થા હોઈ તે પ્રત્યે લેકે સારી રીતે ખેંચાતા હતા.'' પૃ૦ ૪૦૫. નવી નવી વિચારધારા ઝીલવી પડશે અને આગળ વધતા વિશ્વની કૂચ સાથે કદમ મિલાવવા પડશે.” પૃ૦ ૨૦૨. [ 2 ] “ દરેક કેમ અને ધર્મના માણસે પોતાનાં ઉત્થાન માટે કદમ ઉઠાવે અને મારો સમાજ પાછળ રહે ? જૈનસમાજની પ્રગતિ માટે તેનાં સંગઠ્ઠન માટે કોઈ ભગીરથ પ્રયત્ન થી જોઈએ. જૈનસમાજમાં ઉચ્ચ શિક્ષણને ફેલા કરવા, જૈન તીર્થોનું રક્ષણ કરવા, પ્રાચીન અમૂલ્ય જૈન સાહિત્યને ઉદ્ધાર કરવા, સમાજમાંથી કુરીવાજો દૂર કરવા, જૈન કોમના અવાજને જોરદાર રીતે રજુ કરવા સમાજના પરંપરાગત જાજ્વલ્યમાન ગૌરવને ટકાવી રાખવા નવયુગને અનુરૂ૫ ભારતના સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજની એક મહાન સંસ્થા સ્થાપવી જોઈએ.” પૃ૦ ૨. ૩] , ' ', “તેમણે પોતાના પત્રમાં જૈન કોંગ્રેસ ભરવાની જરૂર નામને લેખ લખે” અને “જૈન સમુદાયની એક મોટી સભા દર સાલ એકઠી થઈ અને જાન્યુન્નતિ અને ધર્મોન્નતિ કરે.” એ બાબતની જરૂરીઆતનું સમર્થન કર્યું.” પૃ૦ ૩. [૪] “ઘણું લેકે “જૈન કેગ્રેસ” ની બીજી બેઠક મુંબઈમાં ભરાય તેની રાહ જોઈ બેઠા હતા. પરંતુ થોડા દિવસ પછી અમદાવાદના વિશાશ્રીમાળીઓએ એવો ઠરાવ કર્યો કે મુંબઈની કેગ્રેસમાં ભાગ લે નહીં.............. અને બીજી બેઠક ન મળી તે ન જ મળી.” પૃ૦ ૫. ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા. અહીં મુનિ શ્રી નેમિવિજયજીને પ્રયત્નથી નગરશેઠને બંગલે મોટી સભા થઈ. જેમાં............વગેરે અમદાવાદના અગ્રગણ્ય શેઠીયાઓ હાજર હતા . પરંતુ આ સભામાં કાંઈ નિર્ણય લેવાયો નહીં... પૃ૦ ૬. આ અવતરણો-પરંપરાગત જૈનશાસન સંસ્થા અને તેના સંચાલક શ્રમણ પ્રધાન ચતુવિધ સકલ સંધના આદર્શો ધ્યેયોઃ સિદ્ધાંત વગેરેથી ધરમૂળથી જ જુદા પડે છે. એમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy