________________
[૧૩૯] (૧) એ વાત ખરી છે, કે—“ જગતમાં એવું કેઈ સ્થાન નથી, કે જ્યાં જ ન હોય, અને જીવનની કોઈપણ કેઈનીયે એવી પ્રવૃત્તિ નથી, કે-જેમાં કોઈ ને કઈ જીવની હિંસા ન જ થતી હોય, તેમજ એવો પણ ક્ષણ નથી, કે જે તદ્દન હિંસા વિના જ પસાર કરી શકાય. તે પછી ગમે તેવા જૈન મુનિ પણ ખાન-પાનઃ જવું–આવવું બોલવું: બેસવું-ઉઠવું વિગેરેમાં અહિંસાનું સર્વથા પાલન શી રીતે કરી શકે ? ” આ પ્રશ્ન હેજે જ કેઈને થાય તેમ છે.
(૨) તેઓ ખાન-પાનઃ ભલે ભિક્ષાથી મેળવતા હોયઃ જાતે રાંધીને ખાતા ન હોય પરંતુ બીજા રાધે, તેમાંયે હિંસા તે થાય જ ને? ખેતીથી મળતા અન્ન વિગેરે પણ હિંસા વિના તે ઉત્પન્ન થાય નહીં. તો પછી “મનઃ વચનઃ કાયાથી હિંસા સર્વથા કરવી નહીં. કરાવવી નહીં. અને અનુમોદવી નહીં” એ જાતની અહિંસાનું પાલન શી રીતે શક્ય થાય ? આ શંકામાં જ શ્રી મશરૂવાળા ગુંચવાઈ ગયા. તેની પાછળની સૂક્ષ્મ વિચારણું તેમને સમજવામાં આવી હોત, તો એ ગુંચવણ રહેત જ નહીં. બીજું . કારણ એ છે કે તે વખતે તેમનું માનસ તે વખતના નવા ફેલાવાતા હિંસામય વર્તમાન અહિંસા શબ્દના પ્રચારની ધૂનમાં હતું. તેથી તેના વિરુદ્ધની કોઈ પણ બાબતનું નિરસન કર્યા વિના તેમાં સફળતા તેમને મળે તેમ નહોતી.
(૩) માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી વિચાર કર્યો હોત, તે તેમણે જે લખ્યું છે, તે લખવા કલમ જ ન પડત.
(૪) એક વ્યક્તિ “ જુઠું બેલવું જ જોઈએ.” એમ સમજીને કર્તવ્ય સમજીને જુઠું બોલે, ત્યારે બીજી વ્યક્તિ એમ માનતી હોય કે “જુઠું બેલાય જ નહીં.” એમ માને. પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોમાં ન છૂટકે તેને જુઠું બોલવું પડે. પરંતુ તેના મનમાં તે વાતનું દુઃખ રહે. તે તે અનિવાર્ય સંજોગમાં જુહુ બેલ્યું ગણાય. એટલે કે “આવશ્યક કર્તવ્ય ” અને “અનિવાર્ય સંજોગોમાં કરવું પડયું, માટે કયું” એ બનેય પ્રકારની મનોદશામાં શું આકાશ-પાતાળનું અંતર નથી ?
(૫) વ્યવહારમાં જૈન અહિંસા સમજવા માટે જાંબુ ખાઈ ભૂખ મટાડવા ઈચ્છનાર છ જુદી જુદી મને વૃત્તિ-લેશ્યા-વાળા છ જાંબુ ખાનારાઓનું દૃષ્ટાંત બહુ જ આબેહુબ છે.
જાંબુ ખાઈ ભૂખ જ મટાડવા માટે(૧) પહેલો કુહાડાથી આખું ઝાડ કાપી નાંખવા તૈયાર થાય છે. (૨) બીજે મોટી મોટી ડાળીઓ કાપી નાંખવા તૈયાર થાય છે. (૩) ત્રીજે નાની નાની ડાળીઓ કાપવા તૈયાર થાય છે. (૪) ચોથઃ જાંબુના લુમખાને લુમખાં તોડવા તૈયાર થાય છે. (૫) પાંચમે પાકાં પાકાં જાંબુઓ તેડીને ખાવા માંડે છે. (૬) છઠ્ઠો નીચે પડેલા પાકાં પાકાં જાંબુ વીણીને ભૂખ મટાડી લે છે.
આ છયેયના મનના ભાવ સમજાવવા તેના છ રંગ બતાવ્યા છે. કૃષ્ણ (કાળા) નીલ (ઘેરે આસમાની ) કાપિત ( ખુલતો આસમાને) આ ત્રણ સ્થાએ ચડઉતર ખરાબ મનેભાવ જાણાવે છે. તેજે (ચમકતી પીળાશઃ) પદ્મ (ઘેળો) શુકલ (તદ્દન સફેદઃ) આ ત્રણ લેસ્યા: ચડઉતર વિશુદ્ધ મનોભાવ બતાવે છે.
() જીવન તે દરેક પ્રાણી માત્રને ચલાવવું જ પડે છે. પરંતુ કૃષ્ણ લેશ્યાને અભિમુખ મનોવૃત્તિથી
જીવન ચલાવવું તે હિંસક મનોવૃત્તિઃ અને શુક્લ લેસ્યાને અભિમુખ મનોવૃત્તિતી જીવન ચલાવવું તે Jain Esucation International For Private & Personal Use Only
www.jainelibrary.org