________________
અજીવતવના ભેદ
તેમાં કાળને ૧ ભેદ ગણતાં ૧૦ ભેદ થાય, અને સ્કંધ દેશ, પ્રદેશ અને પરમાણુ એ ૪ ભેદ પુદ્ગલના મેળવતાં પાંચ અજીવના ૧૪ ભેદ થાય છે.
અહિં જે દ્રવ્યને, આત્તિ એટલે પ્રદેશને જાણ એટલે સમૂહ હોય, તે અતિ કહેવાય. કાળ તે કેવળ વર્તમાન સમયરૂપ ૧ પ્રદેશવાળ હોવાથી, પ્રદેશ સમૂહના અભાવે કાળને અસ્તિકાય કહેવાય નહિં, માટે અસ્તિકાય દ્રવ્ય તે જીવ સહિત પાંચ દ્રવ્ય છે, તે કારણથી સિદ્ધાન્તમાં પંચાસ્તિકાય શબ્દ પ્રસિદ્ધ છે. વળી જે દ્રવ્ય, અસ્તિકાય એટલે પ્રદેશોના સમૂહવાળું હોય, તેના જ સ્કંધ-દેશપ્રદેશરૂપ ત્રણ ભેદ પડી શકે છે. અને કાળ ૧ સમય રૂપ હોવાથી કાળનો ૧ જ ભેદ કહ્યો છે. હવે કંધ, દેશ અને પ્રદેશના અર્થ નીચે પ્રમાણે છે.
વસ્તુનો આખો ભાગ તે રસધ, તે કંધની અપેક્ષાએ ન્યૂન સવિભાજ્ય ભાગ તે રેરા અને નિર્વિભાઇયર ભાગ કે જે એક અણ જેવો જ સૂક્ષમ હોય. પરંતુ જે સ્કંધ સાથે પ્રતિબદ્ધ હોય તે પ્રકા (અને તે જ સૂક્ષ્મનિવિભાજ્ય ભાગ જે કંધથી છુટો હોય તો પરમાણુ) કહેવાય. અહિં સ્કંધ, દેશ અને પ્રદેશ એ ત્રણેય વ્યપદેશ (કથન) સ્કંધમાં જ હોય છે, જે દેશ અને પ્રદેશ સ્કંધથી છુટા હોય તે દેશ-પ્રદેશ ન કહી શકાય. કારણ કે સ્કંધથી છુટા પડેલે દેશ
૧ વસ્તુનો આ ભાગ એટલે સંપૂર્ણ ભાગરૂપ સ્કંધ બે રીતે હોય છે. ૧ સ્વાભાવિક સ્કંધ અને ૨ વૈભાવિક સ્કંધ. તેમાં સ્વાભાવિક સ્કંધ તે જીવ, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો (માં) હંમેશ હોય છે, કારણ કે-એ પદાર્થોના કદિપણ વિભાગ પડી શક્તા નથી. અને પુદ્ગલદ્રવ્યનો (વિકારરૂપ,
ભાવિક સ્કંધ હોય છે. જેમ ૧ મહાશિલા તે આખો સ્કંધ છે, અને તેના ચાર ખંડ થતાં દરેક ખંડને પણ સ્કંધ કહી શકાય છે. એમ યાવત બે પરમારુઓના પિંડ (દિપ્રદેશ) સુધીના દરેક પિંડ(સ્કંધ)ને પણ સ્કંધ કહી શકાય.
૨ નિર્વિભાજ્ય એટલે કેવલિ ભગવાન પણ જે સૂક્ષ્મ અંશના પછી બે વિભાગ ન ક૯પી શકે, તે અતિ જઘન્ય ભાગ અને તે ભાગ પરમાણુ જેવડે અથવા પરમાણુ રૂપ જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org