________________
જીવતત્ત્વ [જીવનાં લક્ષણ ગાયને તે એક પગમાં બે ખરી હોય છે. એ રીતે જ્ઞાનાદિ ૬ લક્ષણે પણ જીવદ્રવ્યમાં અવ્યાપ્તિ આદિ દોષ રહિત છે, એમ વિચારવું. સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવને જ્ઞાન આદિ કેવી રીતે ?
સૂક્ષ્મ અપર્યાપ્ત નિગદ જીવને ઉત્પત્તિને પ્રથમ સમયે પણ મતિશ્રુત જ્ઞાનને અનન્તમ ભાગ ઉઘાડો હોય છે, અને પ્રથમ સમયે તે એક પર્યાય જેટલું જ શ્રુતજ્ઞાન નહિ, પરંતુ અનેક પર્યાય જેટલું (અર્થાતુ) પર્યાયસમાસ) શ્રુતજ્ઞાન હોય છે, માટે તેમાં પણ જ્ઞાન લક્ષણ છે. જો કે તે અતિ અસ્પષ્ટ છે, તે પણ મૂર્ણાગત મનુષ્યવત અથવા નિદ્રાગત મનુષ્યવત્ કિંચિત્ જ્ઞાનમાત્રા તે અવશ્ય હોય છે. એ પ્રમાણે અનન્તમાં ભાગ જેટલું અને અસ્પષ્ટ અચક્ષુદર્શન હોવાથી ન લક્ષણ પણ છે, અને તે જ્ઞાન તથા દર્શન ક્ષપશમ ભાવના છે. હવે ચારિત્રનું આવરણ કરનાર કર્મ જે કે સર્વઘાતી છે, તે પણ અતિ ચઢેલા મહામેઘના સમયે પણ દિવસ–રાત્રિને વિભાગ સમજી શકાય તેવી સૂર્યની અલપ પ્રભા હમેશ ઉઘાડી જ રહે છે, તેમ ચારિત્રગુણને ઘાત કરનાર કમી જે કે સર્વઘાતી (સર્વથા ઘાત કરનાર) કહ્યું છે, તે પણ ચારિત્રગુણની કિંચિત માત્રા તે ઉઘાડી જ હોય છે, એમ સિદ્ધાંતોમાં સ્પષ્ટ કહેલ છે, તેથી સૂટ અપ નિગદને પ્રથમ સમયે અતિ અપ ચારિત્ર ગુણ હોય છે અને તે અવિરતિ ચારિત્ર હોય છે. જેમ ચારિત્ર તેમ તપ ગુણ પણ અપ માત્રાવાળે હોય છે, તથા આહાર ગ્રહણ આદિ ક્રિયાઓમાં પ્રવર્તતું અતિ અલ્પ વીર્થ પણ હોય છે, અને તે અસંખ્યાત ભેદે હીનાધિક તરતમતાવાળું હોય છે. તે કારણથી જ કર્મ પ્રકૃતિ વગેરે ગ્રંથોમાં “સૂ૦ અ૫૦ નિગેાદ જીવને પણ વર્યાન્તરાયના ક્ષયે પશમથી અપર્યાપ્ત અવસ્થા સુધી નિરન્તર અસંખ્ય ગુણ વૃદ્ધિવાળાં ભેગસ્થાને પ્રતિ સમય પ્રાપ્ત થાય” એમ કહ્યું છે. વળી જે જ્ઞાન-દર્શન છે, તે તેના વ્યાપારરૂપ જ લક્ષણ અવશ્ય હોય જ. એ પ્રમાણે જેમ સૂમ એકેન્દ્રિય અપર્યાપ્તામાં ૬ લક્ષણે કહ્યાં, તે રીતે ચૌદે છવભેદમાં યથાસંભવ ૬ લક્ષણે સ્વયં વિચારવાં.
વળી સત્તા માત્રથી તે સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ જીવને પણ અનન્તજ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત ચારિત્ર, અનન્તવીર્ય, અનત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org