________________
જીવતર (જીવનાં લક્ષણ)
રસાદિ સાત ધાતુઓને અથવા કર્મોને જેના વડે તપાવાય એટલે બાળી દેવાય, તે તપ કહેવાય) એ તપ મોહનીય અને વીર્યાન્તરાય એ બે કર્મના - સહચારી સોપશમથી હીનાધિક, અને ક્ષયથી સંપૂર્ણ પ્રગટ થાય છે.
તપ-કર્મોથી છુટવા, સ્વ-સ્વરૂપ તરફ બળપૂર્વક જવા માટે આત્માનો જે પ્રયત્ન.
તથા વીર્થ એટલે યોગ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ કહેવાય છે તે કરણવીર્ય અને લબ્ધિવીર્ય એમ બે પ્રકારે છે. મનવચન-કાયાના આલંબનથી પ્રવર્તતું વિર્ય તે રણવીર્ય, અને જ્ઞાન દર્શનાદિકના ઉપયોગમાં પ્રવર્તતું આત્માનું સ્વાભાવિક વયે તે રિધવીર્ય કહેવાય, અથવા આત્મામાં શક્તિ રૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય, અને વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયા રૂપ કરણ-સાધન-તે કરણવીર્ય. કરણવીર્ય સર્વ સગી સંસારી અને હોય છે. અને લબ્ધિવીર્ય તો વર્યાન્તરાયના ક્ષપશમથી સર્વ છવસ્થ જેને હીન વા અધિક આદિ અસંખ્ય પ્રકારનું હોય છે, અને કેવલિ ભગવંતને તથા સિદ્ધ પરમાત્માને તે વર્યાન્તરાય કર્મના ક્ષયથી સંપૂર્ણ અને એક સરખું અનન્ત લબ્ધિવીર્ય પ્રગટ થયેલું હોય છે. એ વીર્ય સર્વજીવ દ્રવ્યમાં હોય છે, તેમજ જીવદ્રવ્ય સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં હેઈ શકતું નથી, માટે વીર્યગુણ એ જીવનું લક્ષણ છે. અહિં વિ એટલે વિશેષથી આત્માને ફુરિ એટલે તે-તે ક્રિયાઓમાં પ્રેરે– પ્રવર્તાવે, તે વીર્થ કહેવાય.
શંકા-વીર્ય એટલે શક્તિ તો પુદ્ગલ દ્રવ્યમાં પણ છે. કારણ કેપરમાણુ એક સમયમાં લોકના એક છેડાથી બીજા છેડા સુધી શીધ્રગતિવાળે થઈ પહોંચી જાય છે. તે વીર્ય જીવનું જ લક્ષણ કેમ હોય ?
ઉત્તર સામાન્યથી શક્તિધામ તો સર્વે દ્રવ્યમાં હોય છે જ, અને તે વિના કેઈપણ દ્રવ્ય પિતાપિતાની અર્થ ક્રિયામાં પ્રવર્તી શકે નહિં. માટે તેવા સામાન્ય શક્તિધર્મ તે અહીં વીર્ય કહેવાય નહિ, પરંતુ , ચોગ, ઉત્સાહ, પરાક્રમ ઈત્યાદિ પર્યાયને અનુસરતે જે વીર્ય ગુણ અને તે રૂ૫ આત્મશકિત સમજવી, તે તે કેવળ આત્મદ્રવ્યમાં જ હોય છે, માટે વીર્ય એ જીવને જ ગુણ છે.,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org