________________
૩૮૪
સપ્રતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ
રસવિભાગ (રસના અણુ) ને આપે. તેવા જધન્ય રસવાળા કેટલાક પરમાણુઓનો સમુદાય સમાન જતિ હોવાથી વજા કહેવાય. જઘન્ય રસ કરતાં એક રસ વિભાગે અધક પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા, તે થકી પણ એક રસ વિભાગે અધિક પરમાણુઓને સમુદાય તે ત્રીજી વર્ગણા, એપ ઉત્તરોત્તર એક એક રસાવિભાગે અધિક પરમાણુ ઓના સમુદાયરૂપ વગણ ગણતાં સિદ્ધને અનંતમે ભાગે અને અભિવ્યથી અનંતગણું વગણાને સમુદાય તે રૂા . ઉત્તરોત્તર વૃદ્ધિ વડે જાણે સ્પર્ધા કરતી હોય તેવી પરમાણુની વર્ગનું તે અહીં સ્પર્ધક કહેવાય છે. પ્રથમ સ્પર્ધકની છેલ્લી વગણના રસાવિભાગ કરતાં આગળ ઉત્તરોત્તર એક એક રસાવિભાગવાળા પરમાણુ ન પામીએ પરંતુ સર્વ જીવ કરતાં અનંતગુણ ૨સાવિભાગવાળા પરમાણુ પામીએ. તેવા રસવાળા પરમાણુઓને સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા. તે પછી પૂર્વોક્ત રીતે એક એક પરમાણુએ અધિક રસાવિભાગવાળા પરમાણુઓની વગણા કરતાં બીજું સ્પર્ધક ગણવું. એમ અનંતા સ્પર્ધકે હોય. એવા અનંતા સ્પર્ધકો જીવે પૂર્વે કરેલા છે તેથી તે પૂર્વ સ્પર્ધક કહેવાય છે. અહીં તે ઉપર્ધકો મધ્યેથી જ સમયે સમયે દલિક ગ્રહણ કરી તેને અત્યંત રસહીન કરીને અપૂર્વ સ્પર્ધકો કરે. સંસારમાં ભ્રમણ કરતાં જીવે બંધ આશ્રયી આવા રપર્ધકે કોઈ પણ વખત કર્યા નથી પરંતુ હમણાંજ વિશુદ્ધિના પ્રકર્ષવશે કરે છે તેથી તે અપૂર્વ કહેવાય છે. અશ્વકર્ણકરણોદ્ધા ગમે તે કિટ્ટીકરણોદ્ધામાં પ્રવેશ કરે ત્યાં પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી દલિક ગ્રહણ કરીને સમયે સમયે અનંત કિટ્ટી એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી વર્ગણ ગ્રહણ કરીને તેને અનંતગુણ રસહીનતા પમાડીને ઑાટે અંતરે જે સ્થાપવું તે. જેમકે અનંતાનંત રસાવિભાગને અસત્કલ્પના વડે એકસો એક અથવા એક બે કલ્પીએ
અને તેનાં પાંચ, પંદર, પચીશ રસાવિભાગ રાખીએ તે. કિટ્ટીકરણાદ્ધાના છેલે સમયે અપ્રત્યાખ્યાન લેભ સમકાળે ઉપશાંત થાય, તે સમયે જ સંજવલન લેભને બંધવ્યવદ, બાદર સંજ્વલન લોભના ઉદય ઉદીરણાને વ્યવછેદ અને અનિવૃત્તિ બાદર સં૫રાય ગુણસ્થાનને વ્યવહેદ થાય. એ પ્રકારે અનિવૃત્તિ બાદર સં૫રાયે સાતથી માંડીને પચ્ચીશ પર્યત મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉપશાંત પામીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org