________________
ટૂંક નિવેદન સંસારના પ્રત્યેક આત્માની સાથે કર્મને સંબંધ અનાદિને છે. અને એ અનાદિને કર્મસંબંધ તૂટયા સિવાય જીવને મેક્ષ નથી, એટલે જ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા તથા તેના ભેદ-પ્રભેદાદિકનું સમ્યગ્ય રીતે જ્ઞાન મેળવવું જરૂરી છે, શ્રી જૈન શાસ્ત્રોમાં કમનું જે કર્મ અને સાથે પાંગ સ્વરૂપ અને તેના નાશના ઉપાય બતાવવામાં આવ્યા છે. તેવું સ્વરૂપ કે નાશના ઉપાય ઇતર શાસ્ત્રગ્રંથમાં જોવા નહિ મળે. વીતરાગદેવના શાસન અને શાસ્ત્રગ્રંથની અલૌકિર્તા સર્વતઃ ઉત્કૃષ્ટ છે.
કર્મ અંગેની હકીક્તને સ્કુટ કરતા ઘણુ ગ્રંથે છે. એમાં કર્મથે મહત્વનું સ્થાન ધરાવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાવર્ગમાં કર્મગ્રંથનું અધ્યયન ચાલુ છે. અને તેમાં પણ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ કર્મગ્રંથને જ મોટા ભાગે ઉપયોગ થાય છે. એથી ૩ જી આવૃત્તિ ખલાસ થતાં આજે આ પાંચમાં અને છઠ્ઠા કર્મગ્રંથની ચેથી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે.
૧ થી ૫ કર્મગ્રંથના રચયિતા શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે. જ્યારે છટ્રા કર્મગ્રંથના રચયિતા પૂર્વધર પૂર્વાચાર્ય છે. છઠ્ઠો કર્મગ્રંથ દષ્ટિવાદ નામના બારમા અંગમાંથી ઉદ્ધત છે.
અભ્યાસકેને આ ગ્રંથને સરળતાથી બંધ થાય એ હેતુથી મૂળગાથા, શબ્દાર્થ, ગાથાર્થ, વિવેચન તરીકે પં૦ શ્રી જીવ વિજયજી મહારાજ કૃત બાળાબેધ, ફૂટનેટ અને યંત્રો વગેરે આપી કર્મગ્રંથના ગહન સ્વરૂપને સરળ કરવા શકય પ્રયત્ન કરેલ છે.
સંસ્થાના પુસ્તકોનું છાપકામ, બાઈન્ડીંગ અને સંશોધન સુઘડ અને સુંદર હોવા છતાં દરેક અભ્યાસકે લાભ ઉઠાવી શકે એ હેતુથી જ પડતર કિંમતે પુસ્તકોનું વેચાણ થાય છે. પણ આજે મેંઘવારી સખ્ત છે. કાગળ અને મુદ્રાણ વગેરેના ભાવો ઘણા વધી ગયા છે. જેથી અગાઉની આવૃત્તિઓ કરતાં આ આવૃત્તિની કિંમત વધુ હોય તે સ્વાભાવિક છે. છતાં કરકસર પૂર્વક આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org