________________
૨૫૪
પ્રાયશ્ચિત્ત :–મન વડે પણ સૂમ અતિચાર લાગતાં પણ પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે આ કલ્પ એકાગ્રતાપ્રધાન છે,
કારણ :–આ કલ્પની પાલના એજ કર્મક્ષયનું કારણ છે. માટે બીજું આલમ્બન ન હોય.
નિષ્પતિકર્મતા :-શરીરસંસ્કાર ન કરે. આંખમાં પડેલ નુણ પણ ન કાઢે. પ્રાણાંતે પણ અપવાદમાર્ગ ન સેવે.
ભિક્ષા :–ત્રીજા પ્રહરે ગોચરી તથા વિહાર કરે. શેષ વખત કાયોત્સર્ગ કરે. નિદ્રા અતિ-અલ્પ કરે. કદાચ વિહાર ન કરી શકે તો પણ ક૫મર્યાદા બરોબર પાલે.
બન્ધ :–પરિહારકલ્પ સમાપ્ત થયા બાદ પુનઃ તે કલ્પમાં અથવા સ્થવિરકલ્પમાં કે જિનકલ્પમાં પ્રવેશ કરે. તેમાં ફરીવાર તે કલ્પમાં અથવા સ્થવિરકલ્પમાં રહેનારા ઇવર પરિહારી કહેવાય.
આ પ્રમાણે પરિવાર વિશુદ્ધિ ચારિત્રી માટે ૨૦ ધારથી ટીકામાં વર્ણન કરેલ છે.
“સમ્પરાય” :–જેના વડે સંસારમાં પર્યટન કરવું પડે તે સમ્પરાય-ક્રોધાદિકષાય.
દેશયતિ :-ઉત્કૃષ્ટથી સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં બાર વ્રતને ધારણ કરનાર. સાધુધર્મની અપેક્ષાએ શ્રાવકને સવા વિલાની દયા હેય તે આ પ્રમાણે–સાધુ સૂક્ષ્મ અને બાદ બન્ને પ્રકારના જીવન વધ ન કરે. પરંતુ ગૃહસ્થ સૂક્ષ્મ જીવોની દયા પાળી શકે નહીં તેથી દશ વિશ્વા બાકી રહ્યા. બાદર જીવની વિરાધના સંકલ્પથી અને આરંભથી બે પ્રકારે છે. તેમાં આરંભથી દયા ગૃહસ્થ પાલી શકે નહિં માટે પાંચ વિશ્વા બાકી રહ્યા. સંકલ્પ બે પ્રકારે છે. અપરાધી સંબધિ અને નિરપરાધી સંબધિ, તેમાં અપરાધીની દયા ગૃહસ્થ પાળી શકે નહિ, તેથી અઢી વિશ્વા બાકી રહ્યા. નિરપરાધી બે પ્રકારે હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org