________________
૫o
ઉત્પન્ન થાય. દેવલોકમાં પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે નવું આયુષ્ય બંધાય છે. તે અપેક્ષાએ આટલો કાળ સમજવો.
દેશે ઉણી પૂર્વ કેડી લગે -જે જીવ ગર્ભાવાસમાં સાત મહિના રહીને જન્મેલ હોય અને આઠ વરસની ઉંમરે સંયમ ગ્રહણ કરે. ત્યારપછી તુરતજ ક્ષપકકોણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે જીવની અપેક્ષાએ આટલો કાળ જાણવો. એટલે નવ વરસે ઉણી પૂર્વ ક્રિોડી વર્ષ. ગાથા ૧૦
ગતિમાણ :- ગતિનામ કર્મના ઉદયથી નરકન્યાદિ પર્યાયરૂપ જે પરિણતિ તે ગતિ ચાર પ્રકારે છે.
દેવગતિ :– સારી રીતે શોભે તે દેવ. અથવા નમસ્કાર કરનાર લોકોના મનવાંછિત પૂર્ણ કરે તે દેવ, અથવા દિવઆભૂષણો અને પિતાના શરીરની સહજ કાનિત વડે શોભે તે દેવ. દેવમાં જવું તે દેવગતિ
તિર્યંચગતિ :-જેઓ તિર્જી ગમન કરે તે તિર્યંચ અને તિર્યંચમાં ગમન તે તિર્યંચગતિ,
મનુષ્ય ગતિ :-વિવેકનો આશ્રય કરીને જે ધર્મનું પાલન કરે તે મનુષ્ય, તેને વિષે ગતિ તે મનુષ્યગતિ.
નરકગતિ :-તિર્યો અને મનુષ્યોને પાપનું ફળ જેમાં ભગવાય તે નરક. તેમાં ગતિ તે નરક ગતિ,
ઇંદ્રિયનો અર્થ વિવેચનપૂર્વક દંડક તથા નવતત્વ પ્રકરણમાં આપેલ છે. છ કાયનો અર્થ જીવવિચારમાં વિસ્તારપૂર્વક આપેલ છે.
યોગ શબ્દનો અર્થ અને ત્રણ યોગોનું વર્ણન ભેદ–પ્રભેદ સહિત દંડક પ્રકરણમાં આપેલ છે.
ગાથા ૧૧ વેદ એટલે અભિલાષ. ત્યાં પુરુષને સ્ત્રીની અભિલાષા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org