________________
૧૩૦
૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુરછા અને ૪ કાય લેખવીએ ત્યારે ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી અને ૫ કાય ગણુએ ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. એ ૧૫ હેતુના આઠ વિકલ્પ થઈને ૬૦૪૮૦૦ ભાંગા થાય. - હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય, કુચ્છા અને ૫ કાય લેખવીએ એટલે ૧૬ હેતુ થાય, ત્યાં ૩૬૦૦૦ ભાંગા થાય. ભય અને છ કાયના ૬૦૦૦ ભાંગા થાય. કુરછા અને છ કાયના ૬૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધીને ઉદય ચોગ ૧૩ હોય તેથી અનંતાનુબંધી, ભય, કુચ્છા અને ૪ કાય ગણુએ ત્યાં ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને ૫ કાય ગણીએ ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુચ્છા અને ૫ કાય ભેળવીએ, ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય, અનંતાનુબંધી અને ૬ કાય ભેળવીએ ત્યારે ૭૮૦૦ ભાંગા થાય. એ સોળ હેતુના ૭ વિકલ્પ થઈને ર૬૬૪૦૦ ભાંગા થયા.
હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય, કુરછા અને છ કાય લઈએ ત્યારે ૧૭ હેતુ હોય, ત્યાં ૬૦૦૦ ભાંગા થાય, અનંતાનુબંધીને ઉદયે ભય–કુચ્છા અને ૫ કાય ગણીએ ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને કાય ૬ હોય, ત્યાં ૭૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુચ્છા અને ૬ કાય હાય, ત્યાં ૭૮૦૦ ભાંગા થાય એ ૧૭ હેતુના ચાર વિકલ્પ થઈને ૬૮૪૦૦ ભાંગા થયા.
હવે ૬ કાય, ૧ મિથ્યાત્વ, ૧ ઈન્દ્રિય, ૪ કષાય, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org