________________
૨૧
૧૪૪–૧૩. સુસ્વર નામકર્મ-સાંભળનારને પ્રિય લાગે એ કુદરતી રીતે જ વર અવાજ કાયેલ વિગેરે પ્રાણીને હોય છે. તે આ કમને લીધે હોય છે.
૧૪પ-૧૪ દુઃસ્વર નામકમ-તેથી વિપરીત–સાંભળનારને પ્રિય ન લાગે તેવો સ્વર ગધેડા વિગેરે પ્રાણીઓને હોય છે. તે આ દુ:સ્વર નામકર્મને લીધે હોય છે.
પ્રાણીનું શરીર પુગળાનું બનેલું હોય છે. અને પુગળમાં અવાજ, શબ્દ કરવાની શક્તિ છે, પરંતુ અમુકને મીઠે અને અમકનો સાંભળ ન ગમે તે ખરાબ અવાજ હોય છે. એ નક્કી કરવાનું કામ આ બંનેય કમનું છે. જે આ બંનેય કર્મો ન હોત તો દરેકને એક જ જાતને અવાજ હોત, પરંતુ તેમ હતો નથી. આ કર્મથી અશબ્દ આત્માને સારો-નરસે અવાજ કાઢનાર થવું પડે છે. ભાષાવગણને ઉપયોગ કરતી વખતે આ કમ ઉધ્યમાં આવે છે. તે ઉદય શરીર વિષે હોય છે.
૧૪૬–૧૫. સુભગ નામકમ-ઉપકાર કર્યા વિના પ્રાણી દરેકને પ્રિય થઈ પડે છે, તે આ કર્મને લીધે હોય છે.
૧૪૭–૧૬. દુર્ભાગ નામકર્મ—ગમે તેટલા ઉપકાર કરે. માથાના વાળથી પગ લું છે, તે પણ તે પ્રિય લાગે જ નહીં, પરંતુ ઉલટે અપ્રિય થાય. તે આ કર્મને લીધે હોય છે.
અભવ્યને તીર્થકર ભગવંતે પ્રિય નથી લાગતા તેનું કારણ તીર્થકર ભગવતોને દુર્ભાગ નામકમ ન સમજવું. પરંતુ અભવ્યનું ગાઢમિથ્યાત્વ તેમના ઉપર રુચિ (સમ્યગ્દર્શન) થવા દેતું નથી.
આ કર્મ ન હોત, તો કોઈ કોઈને વહાલું કે અપ્રિય ગણાત નહીં. કાગડા કરતાં હંસ પ્રિય લાગે છે. ઘેડા કરતાં ગધેડે અપ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org