SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સુર અસુરવર (દુ:સ્વર–અલ્પ સ્વર) આદેય અનાદેય (અ૮૫ આદેય) યશઃ અયશ (અપયશ) અ૫ત્રતાને અંગે સ્થાવર પણ કંપની અનુભવે છે, પરંતુ વ્યવહાર ભાષામાં તેને સ્થાવર કહેવામાં હરકત નથી. તે જ પ્રમાણે અરૂપી આત્માના રૂપી સ્વરૂપનું પ્રેરક બાદર નામકર્મ છે, અને તે અસંખ્ય એકઠા મળે ત્યારે દેખી શકાય, ત્યાંથી માંડીને હજાર હનર જનની બાદરતા-સ્થૂલતા ધારણ કરે છે. તેથી વધારે સ્કૂલતા આત્મા ધારણ કરી શકતો નથી. (ઉત્તર વૈક્રિય સિવાય) એટલે બાદર નામકર્મ આત્માની શક્તિને મર્યાદિત બનાવે છે. ત્યારે તદ્દન અરૂપી આત્મા ન દેખી શકે તેટલી બારીક સ્થૂલતા ધારણ કરે છે એટલે તે વ્યવહાર ભાષામાં સૂમ ગણાય છે એ પ્રમાણે પર્યાપ્તિના સંબંધમાં ઉપર આવી ગયું છે. બાકીના સંબંધમાં આગળ આગળ બતાવીશું. ૧૩૭. ૭. પ્રત્યેક નામકર્મા–એક જીવ પોતાને માટે, સ્વતંત્ર એક શરીર બાંધી શકે તેવી શક્તિ અપાવનાર પ્રત્યેક નામકર્મ છે. - ૧૩૮, ૮. સાધારણ નામકર્મ–એક જીવ પિતાને માટે એક શરીર ન બાંધી શકે. પરંતુ અનંત વચ્ચે એક જ બાંધી શકે; તેવા સાધારણ નામ કર્મના ઉદયથી સાધારણ એટલે સૈયારું, ઘણાનુંઅનંતનું એક શરીર મળે છે. આત્મા શરીર ઉપાધિ રહિત છે, ત્યારે પ્રત્યેક નામકર્મ તેને શરીરની ઉપાધિવાળો બનાવે છે, શરીર વિના તેને રહેવા જ દેતું નથી. એમાંથી છુટે કે બીજામાં બાંધે છે. છતાં પ્રત્યેક નામકર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy