SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ૧૨૩. ૨. અશુભ વિહાગતિ નામકર્મ –બીજાને ન ગમે તેવી ખરાબ વિચિત્ર રીતે ચાલવાની રીત અપાવનાર કર્મ. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ ૧૨૪. ૧. અગુરુલઘુ નામકર્મ–જીવનું શરીર–ગુરુ પણ નહીં, લઘુ પણ નહીં. તેમજ લઘુ ગુરુ પણ નહીં. એવું અગુરુલધુ પરિણામે પરિણમેલું હોય છે. તેવા પરિણામવાળું જીવનું શરીર બનાવનાર અગુરુલઘુ નામક છે. શરીર પુદ્ગલ પરમાણુનું બને છે. તે પુદ્ગલ પરમાણુના સંઘાત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વિગેરે અનંત પરિણામ હોય છે. તે દરેક પરિસુમમાં ઘણું વિચિત્રતાઓ હોય છે. એ વિચિત્રતાઓમાં અનંત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, અનંતગણુ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, પ્રમાણે સ્થાન હાનિના અને છ સ્થાન વૃદ્ધિના હોય છે. એ રીતે છ સ્થાન હાનિ અને છ સ્થાન વૃદ્ધિના ધોરણે શરીરમાં પણ એ પરિણુમ થવો જ જોઈએ. તેનું નામ અગુરુલધુ પર્યાય પરિણુમ કહેવાય છે. કયા જીવના શરીરમાં કઈ જાતના અગુરુલઘુ પર્યાયને કઈ જાતને પરિણામ થાય ? તે જીવવાર નક્કી કરી આપવાનું કામ આ અગુરુલઘુ નામકમનું છે. ૧૨૫ ૨. ઉપઘાત નામકમ-પડછાભી, રસોળી, લંબિકા, ચાર દાંત વિગેરે પોતાના જ અવયવો વડે દુઃખી થવું, અથવા બંધાવું, પકડાવું, પડી મરવું, વિગેરે પિતાની ભૂલથી પોતાને હરકત થાય, મરણ થાય, ઉપધાત થાય, તે ઉપઘાત. ઉપઘાત કરાવનાર કર્મ ઉપઘાત નામકર્મ. ૧૨૬, ૩. પસઘાત નામકર્મ–કેટલાક તેજસ્વી માણસો જોતાંની સાથે જ જોનાર ઉપર છાપ પાડી દે છે. અથવા બોલવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy