________________
यस्तत्त्वार्थाधिगमाख्यं, शास्यति करिष्यते च तथोक्तम् । सोऽव्याबाधं सौख्यं, प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥
(૧-૫) જેમને યશ જગતમાં પ્રગટ છે, તે શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય, અગિયાર અંગેના જ્ઞાતા ઘોષનંદી ક્ષમા શ્રમણના શિષ્ય, વાચનાથી (ભણાવનારની અપેક્ષાએ) મહાવાચક ક્ષમણ મુંડ૫ાદના શિષ્ય વિસ્તૃત કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય, ક્રૌભીષણ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતાના અને વાસી નેત્રવાળી (ઉમા નામની) માતાના પુત્ર,
ન્યાધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર (પાટલીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરમાં વિચરતા, ઉચ્ચનાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજીએ ગુરુપરંપરાથી મળેલા ઉત્તમ અરિહંત વચનને સારી રીતે સમજીને, જગતને (શરીર–મનનાં) દુઃખોથી પીડિત તથા અસત્ય આગમથી નષ્ટ બુદ્ધિવાળું જોઈને જીવોની અનુકંપાથી, સ્પષ્ટ અર્થવાળા, આ તત્વાર્થીધિગમ નામના શાસ્ત્રની રચના કરી છે.
(૬) જે તત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને તેમાં કહ્યા મુજબ કરશે તે અવ્યાબાધ સુખરૂપ પરમાર્થને (–મોક્ષ). અટપકાળમાં પ્રાપ્ત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org