________________
૬૧૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સંઘયણુવાળા જીવોને પણ (આર્ત-રૌદ્ર આદિ) ધ્યાન હોય છે. અહીં કરેલી ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે તે નબળા સંઘયણવાળાને ધ્યાન ન હોઈ શકે. આથી આ વ્યાખ્યામાં વિરોધ આવે છે. ઉત્તર–આ સૂત્રમાં પ્રબળ કેટિનું ધ્યાન જ થાન તરીકે વિવક્ષિત છે. અહીં સામાન્ય કેટિના થાનની ધ્યાન તરીકે ગણતરી કરી નથી. જેમ લોકમાં અધિક લહમીવાળાને જ શ્રીમંત-ધનવાન કહેવામાં આવે છે. તેમ અહીં પ્રબળ કટિની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવ્યું છે. આથી ચારે ગતિમાં નબળા સંઘયણવાળા અને પણ ધ્યાન હેય છે એ અંગે આ વ્યાખ્યામાં જરાય વિરોધ નથી.
આ ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કેટિનું ધ્યાન છે, આ સૂત્રમાં કહેલું પ્રબળ કેટિનું ધ્યાન નથી. કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઈએ. પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ ઉપર આધાર રાખે છે. માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિક બળ શરીરના મજબૂત સંઘયણની (=વિશિષ્ટ પ્રકારના બાંધાની) અપેક્ષા રાખે છે માટે આ સૂત્રમાં ઉત્તમ સંઘયણવાળાને આ સ્થાન હોઈ શકે એમ કહ્યું છે. છ પ્રકારના સંઘયણમાંથી પ્રથમના ચાર સંઘયણ ઉત્તમ છે. વર્તમાન કાળમાં કેવળ સેવા નામનું - ૧. દિગંબર ગ્રંથમાં પ્રથમનાં ત્રણ સંઘયણો ઉત્તમ છે એ નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org