SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જછવિક અનશનના ત્રણ ભેદો છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન, (૨) ઈંગિની, (૩) પાદપપગમન. (૧) ભક્ત પ્રત્યાખ્યાન-જીવનપર્યત ભક્તનું પ્રત્યાખ્યાન (–ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના આહારને ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન. આ તપમાં શરીર પરિકમ (–ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજાની પાસે પણ કરાવી શકે છે. તથા અમુક નિયત પ્રદેશમાં જ જઈ શકાય એવો પ્રતિબંધ નથી. (૨) ઇગિની-ઈગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત-(નિયત કરેલા) અમુક જ ભાગમાં હરવું ફરવું આદિ ચેષ્ટા થઈ શકે તે ઇંગિની અનશન. આમાં ચારે પ્રકારના આહારને ત્યાગ હોય છે. શરીર પરિકર્મ સ્વયં કરી શકે, પણ બીજાની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઈ શકાય. (૩) પાદપેપગમન-પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપો પગમન અનશન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ રિથતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગે પાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા ડાબા પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. આ અનશનમાં ચારે પ્રકારના આહારને ત્યાગ હેાય છે. આ ત્રણ પ્રકારના અનશનમાં પછી પછીનું અનશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy