________________
પટ
નવમે અધ્યાય તપની વિધિમુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. એ આઠે ય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા સાધુએ શ્રુતાતિશય સંપન્ન હોય છે. છતાં તેઓને આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. પરિહારતપની વિધિ-ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ; શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ, ચોમાસામાં જઘન્ય અઠ્ઠમ, મધ્યમ ચાર ઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ તપ કરવાનું વિધાન છે. જે સમયે પરિહારતપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે તુ પ્રમાણે તપ કરે. પારણે આયંબિલ જ કરે. તેમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ પૂર્વક જ મેચની લાવવાની હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગમે તે પ્રકારને તપ કરે. આ તપ છ મહિના સુધી કરે. છ મહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુએ આ તપ શરૂ કરે અને છ મહિના સુધી કરે. તય કરી ચૂકેલા ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરનારની સેવા કરે. અર્થાત્ જે તપસ્વી હોય તે સેવક બને અને જે સેવક : હેય તે તપસ્વી બને. છ મહિના બાદ વાચનાચાર્ય આ તપ શરૂ કરે. તે પણ છ મહિના સુધી કરે. બાકીના આઠ સાધુઓમાં એક સાધુ તપસ્વીની સેવા કરે અને એક સાધુ
૧. આ માટે જુઓ પ્રવચન સાહાર, પંચસંગ્રહ વગેરે ગ્રંથે. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org