________________
આઠમો અધ્યાય
૫૩૩ જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે, હિતાહિતને વિચાર પણ કરી શકતો નથી, એથી અયોગ્ય ચેષ્ટા કરે છે. તેમ મેહનીય કર્મના યોગે જીવ વિવેક રહિત બને છે, અને આત્મા માટે હેય શું છે? ઉપાદેય શું છે? ઈત્યાદિ વિચાર કરી શક્યું નથી. પરિ. ણામે અગ્ય (આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિ કરે છે. આયુષ્ય કર્મ બેડી સમાન છે. બેડીમાં બંધાયેલ જીવ અન્યત્ર જઈ શકતા નથી. તેમ આયુષ્ય રૂપ બેડીથી બંધાચેલ છવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતું નથી. નામ કમ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર મનુષ્ય, હાથી આદિનાં જુદાં જુદાં ચિત્રો-અકારે ચિત્રે છે, તેમ નામ કમ અરૂપી એવા આત્માના ગતિ, જાતિ, શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરે છે. ગત્ર કર્મ કુલાલ (કુંભાર) સમાન છે. કુલાલ સાશા અને ખરાબ એમ બે પ્રકારના ઘડા બનાવે છે. તેમાં સારા ઘડાની કળશ રૂપે સ્થાપના થાય છે, અને ચંદન, અક્ષત, માળા આદિથી પૂજા થાય છે. ખરાબ ઘડાઓમાં મદ્ય આદિ ભરવામાં આવે છે. એથી તે ઘડા લેકમાં નિંદ્ય ગણાય છે. તેમ ગોત્રકમના યોગે ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ પામી જીવની ઉચ્ચરૂપે અને નીચરૂપે ગણતરી થાય છે. અંતરાય કમ ભંડારી સમાન છે. જેમ દાન કરવાની ઈચછાવાળા રાજા આદિને તેને લેભી ભંડારી દાન કરવામાં વિન્ન કરે છે તેમ અંતરાય કર્મ દાન આદિમાં વિન્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org