________________
પ૦૦
શ્રી તત્વાર્થીધિંગમ સૂત્ર મૃદુ (–નરમ), ગુરુ, લઘુ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ. જે કર્મના ઉદયથી શરીરને સ્પર્શ કર્કશ થાય તે કર્કશ નામ કર્મ. એ પ્રમાણે અન્ય સ્પર્શ વિશે પણ જાણવું.
(૧૩) આનુપૂવી–જીવ મૃત્યુ પામીને અન્ય ગતિમાં વક(વાંકી) અને રાજુ(–સરળ) એ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં જ્યારે જુગતિથી પરભવના સ્થાને જાય છે, ત્યારે એક જ સમયમાં પિતાના ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. આ વખતે તેને કેઈ પણ જાતની મદદની જરૂર રહેતી નથી. પણ જ્યારે વક્રગતિથી પરભવના સ્થાને જાય છે, ત્યારે પિતાના ઉ૫ત્તિ સ્થાને પહોંચતાં બે, ત્રણ કે ચાર સમય લાગી જાય છે. આ વખતે તેને ગતિ કરવામાં મદદની જરૂર પડે છે. જેમ કે ઈ મુસાફરને ૪-૫ કલાકની મુસાફરી કરવી હોય તે વચ્ચે નવા આહારની જરૂર પડતી નથી. જે આહાર લીધે હોય તેની મદદથી જ પોતાના ઈષ્ટ સ્થાને પહે ચી જાય છે. પણ બે કે તેથી વધારે દિવસની મુસાફરી કરવી હોય તે તેને રસ્તામાં નવા આહારની જરૂર પડે છે. તેમ અહીં જુગતિથી એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચનાર જીવને વિશિષ્ટ નવી મદદની જરૂર પડતી નથી. પોતાના પૂર્વભવના આયુષ્યના વ્યાપારથી તે ઈષ્ટ સ્થાને પહેંચી જાય છે. પિતાના પૂર્વભવના આયુષ્યનો વ્યાપાર એક જ સમય રહે છે. આથી બીજા વગેરે સમયમાં ગતિ કરવા રૂ થાય
૧, અન્ય ગ્રંથમાં લવણ (ખારો) રસ સાથે છ પ્રકારના રસ જણાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org