________________
૪૯૭
આઠમે અધ્યાય મતિજ્ઞાન તે જ ચક્ષુદર્શન, તથા શેષ ચાર ઇંદ્રિયે અને મન દ્વારા તે તે વિષયનું સામાન્ય મતિજ્ઞાન એ જ અચક્ષુદર્શન છે.
એ પ્રમાણે અવધિજ્ઞાન અને કેવલજ્ઞાન પણ સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂ૫ છે. અવધિ લબ્ધિથી સામાન્ય બોધ તે અવધિદર્શન અને વિશેષ બેધ તે અવધિજ્ઞાન છે. કેવલલબ્ધિથી સામાન્ય બેધ તે કેવલદર્શન અને વિશેષ બોધ તે કેવલજ્ઞાન છે.
પ્રશ્ન-મતિજ્ઞાનઆદિની જેમ મન:પર્યવ જ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ કેમ નથી? ઉત્તર-જેનાથી મનના પર્યાયે જાણી શકાય તે મન પર્યવ જ્ઞાન. મનના પર્યાયે વિશેષ રૂપ છે. આથી આ જ્ઞાનથી પ્રથમથી જ વિશેષ બોધ થાય છે. આમ મન:પર્યવ જ્ઞાન પટુ ક્ષપશમથી થતું હવાથી ચક્ષુદર્શન આદિની જેમ મન:પર્યવ દર્શન નથી.'
પ્રશ્ન-મન ૫ર્યવજ્ઞાનના ભેદરૂપ ત્રાજુમતિને સામાન્ય ન કહેવાય ? કારણ કે મનના પર્યાને સામાન્ય રૂપે બેધ એ જુમતિ જ્ઞાન છે. ઉત્તર-અહીં સામાન્ય બોધ વિપુલમતિથી થતા વિશેષ બેધની અપેક્ષા છે. જેમ લક્ષાધિપતિ વિશેષ (ઘ) શ્રીમંત હોવા છતાં કંડાધિપતિની અપેક્ષાએ સામાન્ય જ કહેવાય, તેમ ત્રાજુમતિ વિશેષ બેધરૂપ હોવા છતાં વિપુલમતિની અપેક્ષાએ સામાન્ય બોધરૂપ છે. વિશેષધની જ તરતમતા બતાવવા મન:પર્યાવજ્ઞાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે. ૧. વિશેષ ચર્ચા માટે કર્મગ્રંથ, નંદીસત્ર આદિ ગ્રંથે જોઈ લેવા.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org