________________
૪૮૮
શ્રી સ્વાધિગમ સત્ર (આત્મગુણને દબાવવા વગેરે) વિપાકમાં (-ફળમાં તરતમતા હોય છે. તે તે કર્મ કેટલા અંશે પોતાનો વિપાક (ફળ) આપશે એનો નિર્ણય પણ પ્રદેશબંધ વખતે જ થઈ જાય છે. તે તે કર્મ પિતાનો વિપાક (ફળ) કેટલા અંશે આપશે તેના નિર્ણયને રસબંધ કહેવાય છે. દા. ત. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને રોકે છે. પણ આપણે જોઈએ છીએ કે, દરેક જીવમાં જ્ઞાન ગુણનો અભિભવ સમાનપણે નથી. કેઈ વ્યક્તિ અમુક વિષયને સમજવા અતિ પ્રયત્ન કરવા છતાં ભૂલ સ્થૂલ સમજી શકે છે. જ્યારે અન્ય વ્યક્તિ એ જ વિષયને અ૫ પ્રયત્નથી સૂહમદષ્ટિથી સમજી જાય છે. ત્રીજી
વ્યક્તિ એ જ વિષયનો વિના પ્રયત્ન અત્યંત સૂહમદષ્ટિથી બંધ કરી લે છે. આ પ્રમાણે બધમાં જોવા મળતું તારતમ્ય રસબંધને આભારી છે. પ્રદેશબંધ વખતે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે. એ રસની તરતમતાના અનુસારે કર્મના સ્વભાવમાં તરતમતા આવે છે.
રસના ચાર ભેદ-કર્માણુઓમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતાઓ છે. છતાં સ્થૂલદષ્ટિએ એના ચાર ભેદ છે. તે આ પ્રમાણે-એક સ્થાનિક રસ, ક્રિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, ચતુઃસ્થાનિક રસ. તેમાં સામાન્ય મંદ રસને એક સ્થાનિક રસ કહેવામાં આવે છે. આ રસથી આત્માના ગુણેનો અભિભવ અલ્પાંશે થાય છે. એક સ્થાનિક
૧. ચાલુ ભાષામાં એક કાણિ, બે ણિ, ત્રણ દાણિયે અને ચાર ઠણિયે રસ એમ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org