________________
સાતમે અધ્યાય
૪૬૩ માયાથી થાય છે. પ્રથમના બે અતિચારોમાં હું બીજા પાસે મારું કાર્ય કરાવીશ તે મારા નિયમમાં વાંધો નહિ આવે એવી બુદ્ધિ છે. પણ આ અજ્ઞાનતા છે. બીજા પાસે કરાવવાથી વધારે વિરાધના થવાનો સંભવ છે. [૨૬].
આઠમા વ્રતના અતિચારેकन्दर्प-कौत्कुच्य-मौखर्या-ऽसमीक्ष्याधिकरणोपમેગાધિરારિ છે ૭-૨૭ |
કંદપ, કોન્ફચ્ચ, મૌખર્ય, અસમાધિકરણ અને ઉપભેગાધિકત્વ એ પાંચ અનર્થદંડ વિરતિ વ્રતના અતિચારો છે.
(૧) કંદર્પ–રાગ સહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બેલવાં. જેનાથી માહ (તે તે ઇન્દ્રિયના વિષયોપભેગની ઈછા) પ્રગટે તેવું વચન નહિ બોલવું જોઈએ. શ્રાવકને પેટભરીને ખડખડાટ જોરથી હસવું પણ વ્યાજબી નથી. (૨) કીકુચ્ચ-રાગસહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી. કંદર્પમાં હાસ્ય અને વચનને પ્રયોગ હોય છે. જ્યારે કકુમાં હાસ્ય અને વચનના પ્રયોગની સાથે કાયિક પ્રાગ પણ હોય છે. આથી કંદર્પમાં કાયિક તેવી ચેષ્ટા હોય ત્યારે તે કૌટુચ્ય કહેવાય છે. (૩) મૌખર્ય–અસંબદ્ધ બહુ બલબલ કરવું. (૪) અસમીક્ષ્યાધિકરણ૧. ધર્મરત્નપ્રકરણ વગેરે ગ્રંથમાં “કાકુ' એવું નામ છે. ૨. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં “સંયુક્તધિકરણ” એવું નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org