________________
સાતમો અધ્યાય
૪૨૧
સૂત્રની રચના એટલા માટે કરી કે, કેવળ વ્રત હોવા માત્રથી વતી ન કહેવાય, કિંતુ શલ્ય રહિત પણ જોઈએ. અહીં વતીની વ્યાખ્યામાં અંગાંગી ભાવ સમાયેલ છે. વતી અંગી છે. નિઃશલ્યતા અંગ છે. જેમ અંગ–અવયવ વિના અંગી-અવયવી ન હોઈ શકે તેમ નિઃશલ્યતા વિના વતી ન હોઈ શકે. આથી અહીં નિઃશલ્યાતાની (શલ્યના અભાવની) પ્રધાનતા છે. વ્રત સહિત હોવા છતાં નિઃશલ્યતા ન હોય તે વ્રતી ન કહેવાય. જેમ કેઈ પાસે ગાયે હેવા છતાં જે દૂધ વિનાની હોય તે તે વાસ્તવિક રીતે ગાયવાળો કહેવાતો નથી. કારણ કે દૂધ વિનાની ગાયની કોઈ કિંમત રહેતી નથી.
માયા, નિદાન, અને મિથ્યાત્વ એ ત્રણ શલ્ય છે. શરીરમાં રહી ગયેલ કાંટા આદિનું શલ્ય જેમ શરીર અને મનને અસ્વસ્થ બનાવી દે છે, તેમ માયા આદિ આત્મામાં રહી જાય તે આત્માને અસ્વસ્થ બનાવી દે છે. એથી આત્માની પ્રગતિ રુંધાઈ જાય છે. માટે માયા આદિ ત્રણ શલ્ય છે.
માયા એટલે કપટ. ૨નિદાન એટલે મહાવતે આદિની સાધનાના ફળ રૂપે આ લોક અને પરલેકનાં દુન્યવી સુખેની ઈચ્છા રાખવી. મિથ્યાત્વ એટલે તાત્વિક પદાર્થો ઉપર અશ્રદ્ધા.
૧. માયાના વિશેષ વિવેચન માટે જુઓ અ. ૮ સુ. ૧૦ ૨. નિદાન માટે જુઓ અ. ૯ સૂ. ૩૪ ૩. મિથ્યાત્વના વિવેચન અંગે જુઓ અ. ૮ સૂ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org