________________
૩૧૪.
શ્રી તત્વાર્થાધિગમ સત્ર ચેરીની યાખ્યાअदत्तादानं स्तेयम् ॥ ७-१० ॥ પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે તેય-ચેરી છે.
અદત્ત એટલે નહિ આપેલ. આદાન એટલે ગ્રહણ કરવું. માલિકે નહિ આપેલી વસ્તુ લેવી તે અદત્તાદાન. અદત્તાદાન એ ચેરી છે. અદત્તાદાનના સ્વામી અદત્ત, જીર અદત્ત, તીર્થકર અદર અને ગુરુ અદત્ત એમ ચાર ભેદ છે. - સાધક જે સ્વામી આદિ ચારેની રજા વિના કોઈપણ વસ્તુ ગ્રહણ કરે તે ત્રીજા મહાવ્રતમાં ખલના થાય.
(૧) સ્વામી અદત્ત-જે વસ્તુને જે માલિક હોય તે વસ્તુને તે સ્વામી છે. વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તે સ્વામી અદત્ત દોષ લાગે. આથી મહાવ્રતના સાધકે તૃણ જેવી પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં તેના માલિકની રજા લેવી જોઈએ. (૨) જીવ અદત્ત-માલિકે રજા આપી હોય તે પણ જે તે વસ્તુ સચિત્ત (જીવ યુક્ત) હોય તે ગ્રહણ ન કરી શકાય. તે વસ્તુને માલિક તેમાં રહેલ જીવ છે. તે વસ્તુ તેમાં રહેલા જીવની કાયા છે. કોઈપણ જીવને કાયાની પીડા ગમતી નથી. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી પીડા, કાયાને નાશ આદિ થાય છે. આથી તેણે (–વસ્તુમાં રહેલા )એ વસ્તુ ભેગવવાનો અધિકાર (રજા) કેઈને પણ આ નથી. માટે મહાવ્રતના સાધકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org