________________
૪૦૮
શ્રી તવાથધિગમ સૂત્ર ગુણેના ઘાત રૂ૫ ભાવ હિંસાની અપેક્ષાએ દ્રવ્ય પ્રાણેને ઘાત એ દ્રવ્ય હિંસા છે. અહીં પણ ભાવહિંસા મુખ્ય છે. આ બંને પ્રકારની હિંસાના રવ અને પર એમ બે ભેદ છે. પોતાના આત્માના ગુણને ઘાત એ સ્વભાવ હિંસા અને પરના આત્માના ગુણેના ઘાતમાં નિમિત્ત બનવું એ પર ભાવહિંસા છે. ઝેર આદિથી પિતાના દ્રવ્ય પ્રાણોને ઘાત એ સ્વ દ્રવ્યહિંસા અને પરના દ્રવ્ય પ્રાણેને ઘાત કર એ પર દ્રવ્યહિંસા છે.
પર દ્રવ્ય હિંસાના ત્રણ ભેદઅન્યના દ્રવ્ય પ્રાણુના ઘાત રૂપ હિંસાને બીજી રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય, ભાવ અને દ્રવ્ય-ભાવ એમ ત્રણ ભેદે છે. આ સૂત્રમાં કરેલી હિંસાની વ્યાખ્યા દ્રવ્યભાવ હિંસાની છે. કેવળ પ્રાણ પરેપણ–પ્રાણવધ એ દ્રવ્ય હિંસા છે, કેવળ પ્રમત્તગ–અસાવધાની એ ભાવ હિંસા છે. પ્રમાદ અને પ્રાણવિયેગ એ બંનેને સમગ એ દ્રવ્ય–ભાવ હિંસા છે. જ્યાં પ્રમાદના એ પ્રાણવિયેગ થાય છે ત્યાં દ્રવ્ય અને ભાવ એ ઉભય સ્વરૂપ હિંસા છે.
જ્યાં પ્રમાદ નથી છતાં પ્રાણવિગ થઈ જાય, ત્યાં કેવળ દ્રવ્ય હિંસા છે. જ્યાં પ્રાણવિરોગ નથી, પણ પ્રમાદ છે, ત્યાં કેવળ ભાવ હિંસા છે. અહીં ભાવ હિંસાની મુખ્યતા છે. પ્રમાદ–અસાવધાની એ ભાવ હિંસા છે. આથી અહિંસાના પાલન માટે સાધકે સદા અપ્રમત્ત-સાવધાન રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org