________________
૪૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
પછી પણ કાયા ઉપરની આસક્તિ દૂર થવી ઘણું કઠીન છે. જે સાવધ રહેવામાં ન આવે તે કાયાની આસક્તિ અન્ય પદાર્થો ઉપર પણ આસક્તિ કરાવે છે. એટલે કાયા ઉપર આસક્તિ ભાવ ન થાય અને થયેલ હોય તે દૂર થાય એ માટે સાધકે સંસારના સ્વરૂપની વિચાર સાથે કાયાના સ્વરૂપની વિચારણા પણ કરવી જોઈએ. કાયાના સ્વરૂપની વિચારણાથી કાયા અશુચિમય અને અનિત્ય જણાય છે. આથી કાયા પ્રત્યે આસક્તિ રહેતી નથી. કાયા પ્રત્યે આસક્તિ ન હોવાથી કાયાના પિષણ માટે જરૂરી વસ્ત્ર, વાત્ર, વસતિ, આહાર–પાણી વગેરે જે કઈ વસ્તુને ઉપયોગ કરે છે તે અનાસક્ત ભાવથી કરે છે. આથી મહાવ્રતના પાલન માટે કાયાના સ્વરૂપનું ચિંતન અતિ જરૂરી છે. નહીં તે કાયા અને અન્ય ઉપકરણે ઉપકરણને બદલે અધિકરણ બની જાય તે સાધના નિષ્ફળ જાય. [૭]
[મહાવ્રતે હિંસાદિ પાંચ પાપથી નિવૃત્તિ રૂપ હોવાથી મહાવ્રતના પાલન માટે પ્રથમ હિંસા આદિ પાંચ પાપનું જ્ઞાન અનિવાર્ય છે. આથી હવે ક્રમશઃ હિંસાદિ પાપની વ્યાખ્યા જણાવે છે.]
હિંસાની વ્યાખ્યાप्रमत्तयोगात् प्राणन्य परोपणं हिंसा ॥-८ ॥
પ્રમાદના વેગે પ્રાણને વિયેગ એ હિંસા છે. ૧. પ્રમાદને અર્થ tવશાળ છે. પણ અહીં મુખ્યતયા જીવરક્ષા પરિણામના અભાવરૂપ પ્રમાદ વિવક્ષિત છે. પ્રમાદના વિરતૃતા અર્થ માટે જુઓ અ. ૮. સ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org