________________
૩૦૬
.
શ્રી તવાર્થાધિગમ સૂત્ર
કયા સ્થાનમાં છું, અમુક સ્થાનમાં રહેલા મારે શું કરવું જોઈએ, અને શું ન કરવું જોઈએ વગેરે ભૂલી જાય છે. - આથી આ લેકમાં અનેકની સાથે કલેશ-કંકાસ, વૈમનસ્ય વગેરે થવાથી તે લોકમાં અપ્રિય બની જાય છે. આગળ વધીને વિવેક ભૂલીને માતા-પિતા આદિને મારવા સુધીની પ્રવૃત્તિ કરે છે. આથી આ લોકમાં અપકીતિ આદિ પામે છે. આમ પરિગ્રહી–લોભી જીવ આ લોકમાં શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં કષ્ટો પામે છે.
પરલોકમાં કરુણુ વિપાક. પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા કેઈ જીવને હિંસાદિ પાપથી કદાચ આ લેકમાં ઉપર કહેલાં દુખે અલ્પ થાય કે ન થાય તે પણ પરલોકમાં તો અવશ્ય એ પાપને કરુણ વિપાક જોગવવું પડે છે. પરલેકમાં તેને માટે અશુભગતિ તૈયાર હોય છે. ત્યાં શારીરિક અને માનસિક અનેક પ્રકા-૨નાં દુઃખે ભેગવવાં પડે છે. તિર્યંચગતિમાં શીત-તાપ, પરાધીનતા વગેરે કટે સહન કરવો પડે છે. નરકગતિ તો કેવળ દુખે ભેગવવા માટે જ છે. ત્યાં એક ક્ષણ પણ સુખ નથી. ત્યાં દુઃખથી કંટાળીને મરવાની ઈચ્છા થાય તે પણ મરી શકે નહિ. [૪]
૧. નરકગતિના દુ:ખના વિસ્તૃત વર્ણન માટે જુઓ આ ૩ સૂ ૩ વગેરે. જીવ હિંસાદિ પાપોથી તિર્યંચ વગેર ગતિમાં ઉત્પન્ન થઈને કેવાં કેવાં દુઃખ અનુભવે છે તેનું વિસ્તૃત વર્ણન “ભવભાવના” -ગ્રંથમાં પાંચમી ભાવનામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org