________________
૩૭૬
શ્રી તવાર્થાધિગમ સૂત્ર પ્રશ્ન–સંયમ, દેશવિરતિ આદિ દેવગતિના આસો હોવાથી તેમને ધર્મ કેમ કહેવાય ? ધર્મનું મુખ્ય ફળ મેક્ષ છે. મોક્ષ કર્મના સંવરથી અને નિર્જરાથી થાય. એટલે જે સંવર અને નિર્જરાનું કારણ બને તે જ ધર્મ કહેવાય, દેવગતિ આદિનું કારણ બને તેને ધમ કેમ કહેવાય ? શુભ આસવો પણ સંસારનાં કારણે છે.
ઉત્તર–કઈ પણ પ્રરૂપણ નિશ્ચય અને વ્યવહાર એ . બે નથી થાય છે. એટલે અહીં જે નિશ્ચય નયથી વિચાવામાં આવે તે દેશવિરતિ આદિ ધર્મ સંવર અને નિજ રાનું જ કારણ છે. વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિને દેવગતિ આદિના કારણ તરીકે જણાવવામાં આવે છે. દેવગતિનું કારણ સંયમ આદિ ધર્મ નથી, કિન્તુ તેમાં રહેલી કષાયની શુભ પરિણતિ છે. એટલે દેવગતિ આદિ કર્મના આસવનું કારણ પ્રશસ્ત રાગ-દ્વેષની પરિણતિ છે. સંયમ આદિમાં જેટલા અંશે રાગ-દ્વેષ તેટલા અંશે તે આમ્રવનું કારણ બને છે. પ્રશસ્ત રાગ-દ્વેષ શુભ આસવનું અને અપ્રશસ્ત રાગ-દ્વેષ અશુભ આસવનું કારણ બને છે. છતાં ઉપચારથી ( –વ્યવહારથી) સંયમ આદિને દેવગતિ આદિના આસવ કહેવામાં આવે છે.
અપુનબંધકથી આરંભી ૧૦ મા ગુણસ્થાન સુધી દરેક આત્મા મેક્ષ માટે ધર્મ કરે છે. તે દરેકમાં જેટલા અંશે રાગ-દ્વેષની પરિણતિ ઓછી તેટલા અંશે આસવ અલ્પ અને સંવર–નિર્જરા વધારે થાય છે. અપુનબંધકથી સમ્ય... દષ્ટિમાં, સમ્યગ્દષ્ટિથી દેશવિરતિમાં એમ ઉત્તરોત્તર સાધકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org