________________
ો અધ્યાય
૩૫
શેકમાં મનમાં ચિ'તા કે ખેદ આફ્રિ થાય છે. જ્યારે પરિદેવનમાં હૃદયમાં રહેલી ચિંતા આદિ કરુણુ શબ્દોથી મહાર પ્રગટ થાય છે. આમ શેક અને પરિદેવનમાં ભેદ છે.
અનીતિ, વિશ્વાસઘાત, ત્રાસ, તિરસ્કાર, ઠપકે, ચાડી, પરપરાભવ, પરિન્દા, આત્મશ્લાઘા, નિર્દયતા, મહાઆરલ, મહાપરિગ્રહ વગેરે પણ અસાતા વેદનીયના આસવા છે. ટૂંકમાં અન્યને દુઃખ થાય તેવી કોઈ પશુ પ્રવૃત્તિ અસાતાવેદનીય કર્મીના આસવરૂપ અને છે. આ આસવેથી ભવાંતરમાં કે આ ભવમાં પશુ દુઃખ મળે તેવાં અશુભ કર્મો અધાય છે.
પ્રશ્નઃ—ન્ને દુ:ખ અસાતાવેદનીય કર્મીને આસ્રવ છે તે તીર્થંકરાએ તપ, ત્યાગ, કેશલુંચન આદિના ઉપદેશ નહિં આપવે જોઈ એ. કારણ કે તેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે. ઉત્તર :-અહીં દુ:ખ અસાતા વેદનીય કના આસ્રવ છે એના અર્થ એ છે કે મેધાદિ કષાયના આવેશથી દીનતા પૂર્વક ઉત્પન્ન થતુ દુઃખ અસાતાવેદનીય કના આસ્રવ છે. પણ આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી સ્વીકારવામાં આવતું દુ:ખ કે તેવા પ્રકારના કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલુ હાવાં છતાં આત્મશુદ્ધિના ધ્યેયથી સમભાવે સહન કરાતું દુ:ખ અસાતાવેદનીયના આસ્રવ નથી. અધ્યાત્મ પ્રેમી જીવા આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી તપ આહિંદુ દુઃખ સહન કરે છે એટલે તે દુઃખમાં ક્રોધાદિ કષાયના આવેશ ન હાવાથી અને મનની પ્રસન્નતા હૈાવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org