________________
૩૩૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર વ્યક્તિની હિંસામાં હિંસાના પરિણામ અધિક તીવ્ર હોય છે. રાજાની કે અન્યની પરતંત્રતાથી–આજ્ઞાથી જીવને હણવામાં અને પોતાના દુન્યવી સ્વાર્થના કારણે જીવને હણ વામાં કિયા સમાન છતાં હિંસાના પરિણામમાં ઘણે જ ભેદ હોય છે. એકમાં મંદ ભાવ હેય છે, જ્યારે બીજામાં તીવ્રભાવ હોય છે. એક પેટી પૂરવા અનીતિ કરે છે અને એક પેટ પૂરવા અનીતિ કરે છે. અહીં અનીતિના પરિણામ એકમાં તીવ્ર અને એકમાં મંદ છે. આથી કર્મબંધમાં ભેદ પડે છે. એકને તીવ્ર કર્મબંધ થાય છે અને એકને મંદ કર્મ બંધ થાય છે. એક ખૂબ ઉલ્લાસમાં આવીને જિન ભક્તિ કરે છે અને એક સામાન્ય ઉલ્લાસથી જિનભક્તિ કરે છે. અહીં જિનભક્તિની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ છે. એથી પુણ્યમાં પણ ભેદ પડે છે. અત્યંત ઉલાસવાળાને ઉત્કૃષ્ટ પુણ્યબંધ અને સામાન્ય ઉલાસવાળાને સામાન્ય પુણ્યબંધ થાય છે. તીવ્રભાવ અને મદભાવના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
જ્ઞાત-અજ્ઞાતભાવઃ—જ્ઞાતભાવ એટલે જાણીને ઈરાદાપૂર્વક આસવની પ્રવૃત્તિ. અજ્ઞાતભાવ એટલે અજ્ઞાનતાથી-ઈરાદા વિના આસવની પ્રવૃત્તિ. દા. ત. શિકારી જાણુને ઈરાદાપૂર્વક બાણથી હરણને હણે છે, જ્યારે અન્ય સ્તંભ આદિને વિંધવાના ઈરાદાથી બાણ ફેંકે છે, પણ કે પ્રાને લાગતાં તે મરી જાય છે. અહીં પ્રથમ જીવ હિંસા કરે છે, જ્યારે બીજો જીવ હિંસા કરતું નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org