SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો અધ્યાય ૩૫ છે. જી ઇદ્રિ દ્વારા વસ્તુનું જ્ઞાન કરી તેના વિશે વિચારણા કરી કષામાં, અવતેમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી અહીં કષાય આદિને પૃથફ નિર્દેશ કરવાની - જરૂર નથી. ઉત્તર -જે કેવળ ઇદ્રિનું જ ગ્રહણ કરવામાં આવે તે પ્રમત્ત જીવના જ આ નું કથન થાય. અપ્રમત્ત જીવના આ નું કથન રહી જાય. કારણ કે અપ્રમત જીવને ઇદ્રિ વડે કર્મોને આસવ થતું જ નથી. તેમને કષાય અને વેગથી જ આસવ થાય છે. બીજું એકેંદ્રિય, બેઇંદ્રિય, ઇંદ્રિય, ચઉરિંદ્રિય અને અસંગ્નિ પંચેંદ્રિય જીવોને યથાસંભવ પૂર્ણ ઈદ્રિય અને મન ન હોવા છતાં કવાય આદિથી આસવ થાય છે. આથી સર્વ જીમાં સર્વ સામાન્ય આસવનું વિધાન થાય એ માટે ઈદ્રિય આદિ ચારેયનું સૂત્રમાં ગ્રહણ કરવું જરૂરી છે. પ્રશ્ન –કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઈંદ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે સામ્પરાયિક આસવમાં મુખ્યતયા કષાયે જ કારણ છે એમ આ જ અધ્યાયના પાંચમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. કષાયથી રહિત ઇંદ્રિય આદિ સાંપરાયિક આસવ બનતા નથી. આથી ઇંદ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે ? ઉત્તર-વાત સત્ય છે. કષાયને યેગે જીવ આસવની કેવી કેવી પ્રવૃત્તિ કરે છે તેને સ્પષ્ટ બંધ થાય અને એથી તે પ્રવૃત્તિને રિકવા પ્રયત્ન કરે એ માટે અહીં ઇંદ્રિય આદિનું પૃથફ ગ્રહણ કર્યું છે. પ્રશ્ન કેવળ અવતનું ગ્રહણ કરવાથી ઇંદ્રિય, કષાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy