________________
૩૦૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર બંધ થયા બાદ સ્કધમાં તે સ્પર્શને પરિણામ
बन्धे समाधिको पारिणामिकौ ॥५-३६ ॥
પુદગલોને બંધ થયા બાદ સમ અને અધિક ગુણ અનુક્રમે સમ અને હીન ગુણને પોતાના રૂપે પરિણુમાવે છે.
રૂક્ષ અને સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલે [પરમાણુ કે સ્કંધ ] ને પરસ્પર બંધ થાય છે તે આપણે ૩૩મા સૂત્રમાં જોઈ ગયા. તેમાં જ્યારે સિનગ્ધ અને રૂક્ષ પુદ્ગલેનો કે સિનગ્ધ અને સ્નિગ્ધ પુદ્ગલોને અથવા રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલેને બંધ થાય ત્યારે બંધ થયા બાદ સ્કંધમાં કર્યો. ગુણ રહે તે આ સૂત્ર સમજાવે છે.
જ્યારે સમાનગુણ રૂક્ષ અને નિષ્પનો બંધ થાય ત્યારે કોઈ વખત રૂક્ષ ગુણ નિષ્પગુણને રૂક્ષરૂપે પરિ ગુમાવે છે-રૂક્ષરૂપે કરે છે, તે કઈ વખત સ્નિગ્ધ ગુણ રૂક્ષને સ્નિગ્ધરૂપે પરિણુમાવે છે. દા. ત. દ્વિગુણરૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતાં કેઈ વખત દ્વિગુણ રક્ષ દ્વિગુણસ્નિગ્ધને દ્વિગુણરૂક્ષરૂપે પરિણુમાવે છે, એટલે કે દ્વિગુણ રૂક્ષરૂપે કરી નાખે છે. અને કઈ વખત દ્વિગુણ નિગ્ધ દ્વિગુણ રૂક્ષને દ્વિગુણ સ્નિગ્ધરૂપે પરિણુમાવે છે.
સમગુણ સ્નિગ્ધ-સ્નિગ્ધને કે રૂક્ષ-રૂક્ષને પરસ્પર બંધ થતું નથી. કારણ કે ૩૪ મા સૂત્રમાં તેનો નિષેધ કર્યો છે. આથી તે વિશે અત્રે વિચારણા કરવાની રહેતી જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org