________________
૧૫૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર મૃત્યુ પછી તેના પુત્રે બ્રહ્મદરની સ્ત્રી (રઝીન) પાસે વિષયસુખની માગણી કરી. તેણીએ પુત્રને કહ્યું : તું મારા સ્પર્શને સહન નહિ કરી શકે. પુત્રને એના ઉપર વિશ્વાસ ન થ. આથી ખાતરી કરાવવા માટે તેણીએ પુત્ર સમક્ષ ઘડાને સ્પર્શ કર્યો. ગરમીથી ઘડાનું શરીર અગ્નિથી મીણ ઓગળે તેમ ઓગળવા લાગ્યું. થોડી જ વારમાં અશ્વ મૃત્યુ પામે.
આહારથી મૃત્યુનું દષ્ટાંત:-સંપ્રતિ મહારાજાને પૂર્વભવનો ભિખારી જીવ આહાર માટે દીક્ષા લઈ અધિક ભૂજન કરવાથી મૃત્યુ પામે.
નિમિત્ત, વેદના, પરાઘાત અને શ્વાસોશ્વાસથી મૃત્યુ પામ્યાનાં દષ્ટાંતે જગતમાં ઘણું જ બનતાં હોવાથી સુપ્રસિદ્ધ છે.
આ સાત ઉપકમોથી આયુષ્યની સ્થિતિને હાસ થવાથી જલદી મૃત્યુ થાય છે. જેમ કે કઈ જીવનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે, અર્થાત્ આયુષ્યની સ્થિતિ ૧૦૦ વર્ષની છે. પણ તે આયુષ્ય અપવર્ય હોવાથી ૭૫ વર્ષથતાં સર્પદંશ આદિ કઈ ઉપક્રમ લાગવાથી બાકીનું સઘળું આયુષ્ય (બાકીની સ્થિતિમાં રહેલા આયુષ્યના દલિકે) અંતમુહૂર્તમાં જ ભગવાઈ જાય છે. તેથી તેનું મૃત્યુ થાય છે. અહીં ૨૫ વર્ષની સ્થિતિને હાસ થઈ ગયે. આ પ્રમાણે આયુષ્યની અપવર્તન થવાનું કારણ એ છે કે આયુષ્યના બંધ વખતે -આયુષ્યકર્મના દલિને બંધ શિથિલ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org