________________
૧૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવમાં ત્રિવ ગતિ પણ હોઈ શકે છે. સ્થાવરમાંથી સ્થાવરમાં ઉત્પન્ન થનાર છવામાં ચતુર્વકા ગતિ પણ હોઈ શકે.
એકવકા ગતિ બે સમયની, ધિવક્રાગતિ ત્રણ સમયની, ત્રિવક્રાગતિ ચાર સમયની, અને ચતુર્વક્રા ગતિ પાંચ સમયની હોય છે. કારણ કે દરેક પ્રકારની વકગતિમાં પ્રથમ સમયની - ગતિ તે અવક જ હોય છે. આ સૂત્રની સમજ માટે સામેના પૃષ્ઠમાં આકૃતિ જુએ. []
અવિગ્રહગતિને કાળઃ
સમાવિગ્રહ || ૨-૩૦ |
અવિગ્રહ-સરળ ગતિને કાળ એક સમય છે.
જીવ જ્યાં ઉત્પન્ન થવાનું છે, ત્યાં એક સમયમાં પહોંચી જાય છે તે અવિગ્રહ ગતિથી જ જાય છે. જે ઉત્પત્તિસ્થાને જવામાં એકથી વધારે સમયે લાગે તે પણ પ્રથમ સમયમાં અવિગ્રહ ગતિ જ હોય છે. બાકીના સમયમાં વિગ્રહ ગતિ હોય છે. કારણ કે બીજા સમયથી વળાંક શરૂ થઈ જાય છે. વળાંક વળતાં આનુપૂવી નામકર્મને ઉદય થાય છે. આ કમ જેમ બળદને નાથ પકડીને ઈબ્દસ્થાને લઈ જવામાં આવે છે તેમ જીવને ઉત્પત્તિસ્થાને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર લઈ જાય છે. [૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org