________________
બીજો અધ્યાય
૧૨૭ સંસારી જી મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હેય છે એમ જણાવ્યું હતું. આથી કયા પ્રાણીઓ મનવાળા હોય અને ક્યા પ્રાણીઓ મન વિનાના હોય એ પ્રશ્ન ઊઠે એ સહજ છે. આ પ્રશ્નનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. સંજ્ઞી જીવે મનવાળા હોય છે આથી અસંસી જી મન રહિત હોય છે એ પણ સિદ્ધ થાય છે. - જેમને સંજ્ઞા હોય છે તે જ સંસી છે. સંજ્ઞા વિનાના જીવે અસંજ્ઞી છે. સંજ્ઞા એટલે ત્રણે કાળને આશ્રયીને પિતાના હિતાહિતની વિચારણા કરવાની શક્તિ. આથી જે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને આશ્રયીને કેવી પ્રવૃત્તિ મને હિતકારક છે કે કેવી પ્રવૃત્તિ અહિતકારક છે, ઈત્યાદિ દીર્ઘ વિચાર કરી શકે તે જી સંજ્ઞા છે. જેઓ વિચાર કરી શકતા નથી અથવા માત્ર વર્તમાનકાળ પૂરતો જ સામાન્ય વિચાર કરી શકે છે તે જીવે અસંસી છે.
એકેન્દ્રિયથી આરંભી ચઉરિંદ્રિય સુધીના છે અસંજ્ઞા-મન વિનાના જ હોય છે. પંચેન્દ્રિય જીવોમાં સંમુઈિમ મનુષ્ય અને તિર્યો અસંજ્ઞી-મન વિનાના જ હોય છે. દે, નારકે, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિય સંજ્ઞી–મનવાળા હોય છે. [૨૫]
વિગ્રહગતિમાં વેગ વિશદતૌ કર્મોઃ + ૨-ર૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org