________________
૧૧૨
શ્રી તવાથધિગમ સૂત્ર મનવાળા-(સંજ્ઞી) અને મનરહિત-અસંજ્ઞી) એ બે પ્રકારના જીવો છે.
- મનવાળા છ સંજ્ઞી અને મન વિનાના જી. અસંજ્ઞી કહેવાય છે. મનના દ્રવ્યમાન અને ભાવમન એમ બે પ્રકાર છે. મનન કરવા ગ્રહણ કરેલા મને વગણના પુદ્ગલ દ્રવ્યમાન છે. ગ્રહણ કરેલા મને વગણના પુદ્ગલો દ્વારા મનન-વિચાર કરવાની શક્તિ તે ભાવ મન છે. આ બંને પ્રકારના મન જેમને હેય તે સમનસ્ક-સંજ્ઞી છે. તે સિવાયના જીવો અમનસ્ક-અસંજ્ઞી છે. નારકે, દે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચે સમનસ્કસંજ્ઞી હોય છે. બાકીના એકેદ્રિયથી ચઉરિંદ્રિય સુધીના તથા. સંમૂર્ણિમ પંચેંદ્રિય જીવે અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવને ભાવ મન એટલે કે વિચાર કરવાની આત્મશક્તિ હોય છે, પણ દ્રવ્યમાન નથી હોતું. એથી તેઓ વિચાર કરી શકતા નથી. બેઇન્દ્રિયાદિ (અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના) જીવોને, ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ કરાવનાર વર્તમાનકાળના વિચાર સ્વરૂપ હેતુવાદ્યપદેશિકી. સંજ્ઞા હોય છે. તેથી અ૯૫પ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં દ્રવ્યમાન ન હોવાથી સંજ્ઞીની જેમ ભૂત કે ભાવી કાળને લેશમાત્ર પણ વિચાર કરી શકતા નથી, અને વર્તમાન કાળને પણ હિતાહિતની દૃષ્ટિએ સ્પષ્ટ વિચાર કરી શકતા નથી. આથી જ સિદ્ધાંતમાં, જેમ અ૫ધનવાળા ધનવાન અને સામાન્ય રૂપવાળા રૂપવાન નથી કહેવાતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org