________________
બીજો અધ્યાય
તાવાર્થમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દર્શન આદિ ત્રણમાં દર્શન પ્રથમ હોવાથી પ્રથમ તેનું નિરૂપણ કરવું જોઈએ. આથી સૂત્રકાર ભગવંતે પ્રથમ તેનું નિરૂપણ શરૂ કર્યું. તેમાં જીવાદિ ત વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે, એમ કહીને
જીવાદિતના બોધના ઉપાય રૂપે પ્રમાણ અને નયને નિર્દેશ કર્યો. આથી પ્રમાણ અને નયનું નિરૂપણ કરવું જોઈએ. તથા સમ્યગ્દર્શનના નિરૂપણું પછી જ્ઞાનનું વર્ણન કરવું જોઈએ. પ્રમાણ અને નય એ જ્ઞાન સ્વરૂપ છે. આથી મતિ-સુતાવધિ- વનિ જ્ઞાન” એ સૂત્રથી જ્ઞાન અને પ્રમાણ એ બંનેનું વર્ણન શરૂ કર્યું. તેત્રીશમા સૂત્ર સુધી તે વર્ણન ચાલ્યું. ત્યાર બાદ બે સૂત્રથી નયનું નિરૂપણ કર્યું. આમ પ્રથમ અધ્યાયમાં મુખ્યતયા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ એનું અને સાથે સાથે જ્ઞાનના અંગ રૂપ પ્રમાણ અને નયનું પણ નિરૂપણ કર્યું. હવે ચારિત્રનું વર્ણન કરવું જોઈએ. પણ નવમા અધ્યાયમાં સંવર તત્વના પ્રકરણમાં ચારિત્રનું વર્ણન આવવાનું હોવાથી અત્રે તેનું નિરૂપણ કરવામાં આવ્યું નથી.
જીવાદિત વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. આથી સાધકને જીવાદિ તને જાણવાની ઈચ્છા થાય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org