________________
શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર પ્રકાશ બારી–બારણાથી રહિત ઘરમાં નથી આવતું. કારણ કે આવરણ છે. પણ બારી-બારણાવાળા મકાનમાં સૂર્યને છેડે પ્રકાશ આવે છે. જે મકાનને જ સર્વથા પાડી નાખવામાં આવે તે તે સ્થળે સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારી-બારણાને સર્વથા અભાવ થાય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મરૂપ આવરણ હોવાથી સૂર્યસમાન જ્ઞાનને પ્રકાશ આત્મરૂપ મકાનમાં આવી શકતો નથી, પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમરૂપ બારી-બારણું હોવાથી તે દ્વારા થડે પ્રકાશ આવે છે. પણ જ્યારે સર્વથા આવરણ ખસી જાય છે ત્યારે જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારી-બારણરૂપ ક્ષપશમને અભાવ થવાથી મતિ આદિ ચાર જ્ઞાનને પણ સર્વથા અભાવ થાય છે.
બીજા મતે કેવળજ્ઞાન સમયે ચાર જ્ઞાનને સર્વથા અભાવ નથી થતું, પરંતુ કાર્યરૂપે અભાવ થાય છે. શક્તિરૂપે ચાર જ્ઞાન હોય છે. પણ સૂર્યના ઉદયથી ગ્રહ, નક્ષત્ર આદિ જેમ અભિભૂત બની જાય છે તેમ કેવળજ્ઞાન સમયે અન્ય ચારે જ્ઞાન અભિભૂત બની જવાથી પોતાનું કાર્ય નથી કરી શકતા. [૩૧] પ્રથમનાં ત્રણ જ્ઞાનમાં વિપરીતતા (અજ્ઞાનતા) –
મતિ-સુતાડવાથી વિપર્યય છે ?-રૂ૨ છે.
પ્રથમનાં ત્રણ જ્ઞાન વિપરીત એટલે કે અજ્ઞાન પણ હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org