________________
પ્રથમ અધ્યાય
૪૩.
મતિ આદિ શબ્દ સામાન્યથી–સ્થલ દષ્ટિએ એકાર્થક હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં સામાન્ય અર્થભેદ છે. તે આ પ્રમાણે
મતિ વર્તમાન વિષયને ગ્રહણ કરે છે, અર્થાત ઇઢિયે કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયને બંધ તે મતિજ્ઞાન. સ્મૃતિ ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભૂત વસ્તુનું મરણ તે સમૃતિજ્ઞાન. સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાન કાળને વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જોતાં તે જ આ વસ્તુ છે (જે મેં પૂર્વે જેઈ હતી) એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. અન્ય ગ્રંથમાં આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. ચિન્તા ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણું તે ચિત્તા જ્ઞાન. આભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વસામાન્ય છે. આથી મતિ આદિ શબ્દ જ્ઞાનવિશેષ માટે છે. જેમ રોકડ નાણું, વેપારને માલ, ઘર, ઘરનું ફર્નીચર વગેરે સામાન્યથી મિલકત શબ્દથી ઓળખાવા છતાં દરેક પ્રકારની મિલક્ત. માટે જુદા જુદા શબ્દ છે. આથી મિલકત માટે મિલકત એ સામાન્ય શબ્દ છે, જ્યારે રોકડ નાણાં વગેરે વિશેષ શબ્દો છે, તેમ પ્રસ્તુતમાં આભિનિબંધ શબ્દ સર્વ પ્રકારના મતિજ્ઞાન માટે છે અને વિશેષ પ્રકારના તે તે જ્ઞાન માટે મતિ આદિ શબ્દ છે. [૧૩]
મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १-१४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org