________________
૩૬
'જીવ-વિચાર–પ્રકાશિકા
પછી એક દિવસ ઘેડાની પરીક્ષા કરવાના નિમિત્તે રાજાને રથમાં બેસાડી નગરી બહાર દૂર લઈ ગયે અને ત્યાં રાજાએ પાછા ફરવાનું સૂચન કરતાં તેણે રથને મૃગવનઉદ્યાન આગળ લાવીને ઊભે રાખે કે જ્યાં આચાર્યશ્રીને. મુકામ હતું.
ચિત્રે કહ્યું : “મહારાજ ! આ મૃગવનઉધાન છે. ત્યાં ઘેડાઓને છેડે થાક ખવડાવીએ અને આપણે શ્રમ પણ દૂર કરીએ.”
રાજાએ હા પાડતાં રથને તે અંદર લઈ આવ્યા. અને શ્રમણ કેશિકુમારના ઉતારાથી થોડે દૂર ઘોડાઓને છેડી નાખી, તેની સારસંભાળ કરવા લાગ્યું. રાજા પણ રથથી નીચે ઉતર્યો અને ઘોડાઓના શરીર પર હાથ. ફેરવવા લાગ્યું. એમ કરતાં તેણે સભાની વચ્ચે ઉપદેશ કરી રહેલા શ્રમણ કેશિકુમારને જોયા.
એમને જોતાં જ પ્રદેશ રાજાને વિચાર આવ્યો કે આ વળી જડ-મુંડિયે અહીં બેઠે છે? અને કેને તે એવું શું આપે છે કે જેથી આવડી મોટી માનવમેદની અહીં એકત્ર થઈ છે?”
તેણે કહ્યું: ‘ચિત્ર! જે તે ખરે કે આ બધું શું ચાલી રહ્યું છે? પેલે મોટો જડ બરાડા પાડીને અન્ય જડ લેકેને સમજાવી રહ્યા છે? આવા નફકરા લેને લીધે આપણે આવી સુંદર ઉદ્યાનભૂમિમાં પણ યથેષ્ટ વિચરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org