________________
આ ગ્રંથની પ્રસ્તાવના શ્રી ફતેહચંદ ઝવેરભાઈ તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ સાથે મળીને લખી હતી, તેમાં શ્રી ફતેહચંદભાઈ આજે સ્વદેહે વિદ્યમાન નથી. તેમને અમે ભાવભરી અંજલિ સમપીએ છીએ.
આ ગ્રંથની ૨૦૦૦ પ્રતિ ચાર વર્ષમાં ખપી જવા પામી અને છતાં જિજ્ઞાસુઓની માગ ઊભી રહી, પરંતુ અન્ય પ્રકાશનેની ચેજના હાથ પર લેઈ તેની બીજી આવૃત્તિ તરત જ પ્રગટ કરવાનું શક્ય ન હતું. એવામાં ગત વર્ષે તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહના મુખ્ય કાર્યકર્તા સગુણાનુરાગી શ્રી દલીચંદ પરસોતમ શાહની આ ગ્રંથ પ્રકટ કરવાની પ્રબલ પ્રેરણું થઈ અને તેની કેટલીક જવાબદારી તેમણે પોતાના શિરે લઈ લીધી. તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું. તે માટે અમે શ્રી દલીચંદભાઈને ખાસ આભાર જાનીએ છીએ.
જીવ-વિચાર–પ્રકાશિકાની આ બીજી આવૃત્તિ સ્વર્ગસ્થ આચાર્ય દેવ શ્રી વિજ્ય લમણસુરીશ્વરજી મહારાજને સમર્પણ કરવાની અનુજ્ઞા આપવા માટે અમે પ. પૂ. શતાવધાની આચાર્ય શ્રી વિજય કાતિચંદ્રસૂરિજી મહારાજને અંતઃ કરણથી આભાર માનીએ છીએ.
જન ધર્મને પ્રચાર કરવાની ઈચ્છાવાળા સર્વે ભાઈ-બહેને આ ગ્રંથને પ્રચાર કરવામાં તન-મન-ધનથી સહાય કરે, એ જ અભ્યર્થના.
પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org