________________
ઉપદેશ અને અંતિમ વચન
૪૧૩. ભાવાર્થ આ જવ—વિચાર નામને પ્રકરણુ-ગ્રંથ સંક્ષેપરુચિ ઇવેને સમજાવવા માટે મેં અતિ વિસ્તૃત એવા શ્રુત-સમુદ્રમાંથી ઉદ્ધરેલે છે.
વિવેચન જેમ ગ્રન્થની આદિમાં મંગલાચરણ કરવામાં આવે છે, તેમ ગ્રન્થની સમાપ્તિમાં ઉપસંહાર કરવામાં આવે છે. અથવા તે અંતિમ વચન રૂપે કંઈક મહત્ત્વનું કથન રજૂ કરવામાં આવે છે. આ રીતે પ્રકરણકારે અહીં અંતિમ વચનરૂપે ત્રણ મહત્ત્વની વસ્તુ રજૂ કરી છે.
પ્રથમ તે “પો જીવ-વિચ” એ શબ્દ વડે. અત્યાર સુધીમાં કહેવાઈ ગયેલા છના જુદા જુદા સ્વરૂપ, તેમનું દેહમાન, તેમનું આયુષ્ય, તેમની સ્વાયસ્થિતિ, તેમને કેટલા પ્રાણું હોય છે? અને કેટલી ચેનિ એમાં ઉત્પન્ન થવું પડે છે? વગેરે માહિતી તરફ અંગુલિ--- નિર્દેશ કર્યો છે અને તે સાથે પોતાને ઈષ્ટ એવું આ પ્રકરણ– ગ્રન્થનું જીવ-વિચાર એવું નામ પણ સૂચવી દીધું છે.
બીજું આ જગતમાં મુખ્યત્વે બે પ્રકારના મનુષ્ય હોય છે. એક સક્ષેપરુચિ અને બીજા વિસ્તારરુચિ. તેમાં સંક્ષેપરુચિ છ જે વસ્તુ સંક્ષેપમાં અર્થાત ટૂંકાણમાં કહેવામાં આવે તેને બરાબર ગ્રહણું કરી શકે છે, પણ વિસ્તારથી કહેવામાં આવે તે તેને બરાબર ગ્રહણ. કરી શક્તા નથી, એટલું જ નહીં પણ તેમાં તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org