________________
ઉપદેશ અને અંતિમ વચન
02
રહે છે કે તે છેડીને સદ્ગુરુને સમાગમ કરવા માટે પ્રયત્નશીલ થતું નથી કે આતુર બનતું નથી. અને કદાચ તે પ્રયત્નશીલ બને કે આતુર થાય તે સર્વજ્ઞકથિત શાસ્ત્ર-સિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાદન કરનાર સદ્દગુરુઓને સમાગમ થવે વિરલ હોય છે. કેઈક અનુભવીએ ઠીક જ કહ્યું છે કે
शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥
બધા પર્વતેમાંથી માણેક મળતાં નથી; એ તે કઈક પર્વતમાંથી જ મળે છે. વળી બધા હાથીઓના કુંભસ્થળમાંથી મતી મળતા નથી; એ તે કેઈક જ હાથીના કુંભથળમાંથી મળે છે. અને બધાં વનમાં ચંદનનાં વૃક્ષ ઉગતાં નથી; એ તે કેઈક જ વનમાં ઉગે છે. તે જ રીતે બધા સ્થળે સાધુઓને સમાગમ થતું નથી; એ તે કેઈક જ સ્થળે અને કેઈક જ વાર થાય છે.'
ત્રીજી દુર્લભ વસ્તુ છે – શ્રદ્ધા યાને સમ્યકત્વ. ' કદાચ સદ્ગુરુને સમાગમ થાય અને તેમના મુખેથી સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર-સિદ્ધાંતે સાંભળવાને સુગ સાંપડે તે તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત કે ત પર શ્રદ્ધા જામવી મુશ્કેલ છે; કારણ કે અનાદિ કાલના મિથ્યાત્વના સંસ્કારને લીધે તેને સાચું એ છેટું સમજાય છે અને છેટું એ સાચું સમજાય છે, અથવા તે સાચા અને ખોટા વચ્ચે વિશેષ તફાવત જણાતું નથી. વળી સદ્ગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org