________________
ઉપદેશ અને અંતિમ વચન
૪૩
પ્રગમાં આવેલા છે. સંમત્તે પણ સતિ સપ્તમીના પ્રયોગમાં છે. ફુદ-દુર્લભ. જે વસ્તુ ઘણું દુઃખે-કટે પમાય, તે દુર્લભ કહેવાય.
વિ-છતાં. અહીં ચ એવું પણ પાઠાંતર છે. સંમત્તે–સમ્યકત્વ, સમ્યગૂ દર્શન.
જીવાજીવાદિ તરમાં યથાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થવી તેને સમ્યકત્વ કે સમ્યગ દર્શન કહેવામાં આવે છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ તેનાં મુખ્ય લક્ષણે છે. તે નૈસર્ગિક અને આધિગમિક એમ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. તેમાં જે સમ્યકત્વ નિસર્ગથી એટલે કેઈના ઉપદેશ વિના તથાવિધ સામગ્રીના ગે ઉત્પન્ન થાય છે, તે નૈસર્ગિક કહેવાય છે અને અધિગમ એટલે ગુરુના ઉપદેશ વગેરે નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે આધિગમિક કહેવાય છે. સમ્યકત્વ સંબંધી જેન શાસ્ત્રોમાં ઘણી ઊંડી વિચારણે થયેલી છે. તે બધાને સાર મહાપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવરે ધર્મસંગ્રહ પહેલા ભાગમાં આપેલ છે. ૪ વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમકિતના સડસઠ બેલની સક્ઝાય રચેલી છે, + તે પણ આ વિષયને સુંદર બંધ કરાવે છે. અમે તેના
* આ ગ્રંથનું ગુજરાતી - ભાષાંતર શા. નત્તમદાસ મયાભાઈ, હાજા પટેલની પિળ, અમદાવાદ તરફથી પ્રકટ થયેલું છે. + આ પુસ્તક જૈન શ્રેયસર મંડળ, મહેસાણા તરફથી પ્રસિદ્ધ થયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org