________________
જીવ-વિચાર-પ્રકાશિણ પ્રાણુ કે એનિઓ પણ નથી. જિનાગમમાં તેમની સ્થિતિ - સાદિ-અનંત કહેલી છે.
વિવેચન પાંચ- દ્વારની પ્રરૂપણું પૂરી થઈ. હવે તે સંબંધી સિદ્ધોની સ્થિતિ કેવી છે? એ અહીં જણાવ્યું છે. સિદ્ધોને શરીર નથી અને આયુષ્યકર્મ પણ નથી. આ સ્થિતિમાં સ્વકાસ્થિતિ તે હોય જ કયાંથી?, વળી તેમને પ્રાણે પણું નથી અને નિઓ પણ નથી. તાત્પર્ય કે આ પંચદ્વાર સંસારી જીને અનુલક્ષીને છે, સિંદ્ધ જીને તેમાંનું કંઈ પણ હેતું નથી.
ત્યારે તેમની સ્થિતિ કયા પ્રકારની હોય છે? તેના 1 ઉત્તરમાં પ્રકરણકાર જણાવે છે કે “જિનાગમાં તેમની -સ્થિતિ સાદિ-અનંત કહેલી છે.” એટલે કે એ સ્થિતિની આદિ હોય છે, પણ કદી અંત હેતે નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ સિદ્ધ થતી વખતે જે અવસ્થામાં હોય છે, તે જ અવસ્થામાં બધે કાલ રહે છે. તેમાં કોઈ પણ કારણે કંઈ પણ પરિવર્તન થતું નથી.
મૂળ काले अणाइ-निहणे जोणि--गहणम्मि भीसणे इत्थ । भभिया भमिहिति चिरं जीवा जिण--वयणमलहंता ॥४९॥
સંસ્કૃત છાયા काले अनादि-निधने योनिगहने भीषणेऽत्र । भ्रान्सा भ्रमिष्यन्ति चिरं जीवा जिन-वचनमनलभमाना॥४९॥
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org