________________
પ્રાણ-દ્વાર.
૩૭૯,
સંજ્ઞાવાળા જીવો ઉત્તરોત્તર વધારે હોય છે, નારકમાં મૈથુન, આહાર, પરિગ્રહ અને ભયસંજ્ઞાવાળા જ ઉત્તરે ત્તર વધારે હોય છે. અસ્તુ
મરણું તેને કહેવાય?' તેને ઉત્તર જુદા જુદા મનુષ્ય જુદી જુદી રીતે આપે છે. કેઈ કહે છે કે શરીરના માર્મિક ભાગ (Vital Parts) કામ કરતાં બંધ થઈ જાય, તેનું નામ મરણ; કેઈકે કહે છે કે શ્વાસેચ્છવાસનું બંધ થઈ જવું, એ જ મરણ, પરંતુ અમુક સગામાં શરીરના માર્મિક ભાગે કામ કરતાં બંધ થઈ જાય છે અને પાછા ચાલુ થઈ જાય છે, એટલે તેને વાસ્તવિક મરણ કહી શકાય નહિ. વળી શ્વાસે શ્વાસનું બંધ થઈ જવું એને પણ મરણ કહી શકાય નહિ, કારણ કે એગવિશારદો ગક્રિયાથી લાંબા વખત સુધી શ્વાસેવાસની ક્યિા બંધ રાખી શકે છે. વળી હૃદય અમુક વખત બંધ પડીને પાછું ચાલતું થઈ જાય છે. હમણાં જ રશિયન ડોકટરેએ બંધ પડેલા હૃદયને અમુક પ્રકારનું મસાજ કરીને ચાલુ કર્યાના હેવાલ વર્તમાનપત્રોમાં છપાયા હતા, એટલે આ વ્યાખ્યાઓ મરણને યથાર્થ પણે લાગુ પડતી નથી; જ્યારે પ્રકરણુકારે જેનસૂત્ર-સિદ્ધાંતના આધારે મરણની જે વ્યાખ્યા આપી છે, તે મરણને યથાર્થ પણે લાગુ પડે છે.
જે જીવેને જેટલા પ્રાણ ધારણ કરવાની મર્યાદા છે, તેને જીવથી વિગ છે, તેનું નામ મરણ છે. દાખલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org