________________
માસુમ
ઓછું છે, પરંતુ વર્તમાનકાલના વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ કે મુમુક્ષુઓને આ વિષયને એકંદર સારે બોધ થાય એટલી સામગ્રી આમાં આપી છે અને તે અમારા મનને મેટો સંતોષ છે. * કેટલાક કહે છે કે પ્રારંભિક લેખાણ બહુ લાંબું હેય તે ઠીક નહિ, એથી મૂળ વિષય વચ્ચે અંતર પડી જાય છે. પરંતુ અમારું મંતવ્ય એવું છે કે જ્યાં સુધી કે પણ વિષય અંગે વિદ્યાર્થીના મનમાં એગ્ય ભૂમિકા તયાર થતી નથી, ત્યાં સુધી તે વિષયને યથાર્થપણે ગ્રહણ કરશે શકતા નથી અને ઘણું વાર બધે ય પરિશ્રમ નિષ્ફળ જાય છે; એટલે અમે વસ્તુનું મૂળ પકડયું છે અને કેમે ક્રમે ભૂમિકા તૈયાર કરવાની યોજના ઘડી છે.
પાઠકેને અમે પૂછીએ છીએ કે શાલિમાર અથવા નિશાદ જેવા બગીચાઓમાં બે–ચાર ચક્કર વધારે મારીએ તે શું કંટાળે આવે છે ખરે? અથવા ગુલાબને હાર લાંબે હોય તે પહેરવાથી અસુવિધા થાય છે ખરી? અથવા અમૃતના ઘૂંટડા બે-ચાર વધારે ભરાઈ ગયા હોય તે તેથી ખેદ થાય છે ખરે? જે એને જવાબ નકારમાં હોય તે જ્ઞાનની ખુશબે ફેલાવનાર, ગુલાબથી પણ અધિક સૌરભને ધારણ કરનાર અને અમૃતપાનથી પણ વધુ સ્વાદિષ્ટ એવી વ્યવસ્થિત વિચારધારાનું વાંચન કરતાં કંટાળે કે ખેદ શા માટે આણ?
૧. આ બંને કાશ્મીરના પ્રસિદ્ધ બગીચાઓ છે, તે શ્રીનગરની સમીપમાં આવેલા છે અને તેનું સૌન્દર્ય અપ્રતિમ ગણાય છે.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org